ETV Bharat / bharat

top news: ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે,ગુજરાતને મળી શકે છે નવા મુખ્યપ્રધાન. વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Sep 12, 2021, 6:30 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY
  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે

આજે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે.

2. આજે ગુજરાતને મળી શકે છે નવા મુખ્યપ્રધાન

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. જે બાદ આજે નવા મુખ્યપ્રધાનનું નામ જાહેર થઈ શકે છે.

3. યુએસ ક્લાઇમેટ એન્વોયની 3 દિવસની ભારત મુલાકાત આજથી શરૂ થશે

અમેરિકાના વિશેષ રાષ્ટ્રપતિના દૂત જ્હોન કેરી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારતની યાત્રા કરશે. વૈશ્વિક આબોહવા મહત્વાકાંક્ષા વધારવાના પ્રયાસો અને ભારતની સ્વચ્છ ઉર્જા સંક્રમણને ઝડપી બનાવવા માટે ચર્ચા કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે અચાનક જ રાજભવન ખાતે પહોંચીને રાજ્યપાલ દેવરાજ આચાર્યને રાજીનામું સુપરત કર્યું હતું અને સાથે જ તેમની જોડે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિત ભાજપના નેતાઓ પણ રાજીનામાની કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા. click here

2. બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, મીરજાપુરમાં 10 હજાર જેવા કેસ આવ્યા

શનિવારે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. મીરજાપુરમાં 10 હજાર કેસ સુનાવણી માટે આવ્યા હતા. જેમાંથી 8 હજાર કેસની સુનાવણી કરવાનો અંદાજ છે. અહીં મહત્વનું છે કે, કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા પ્રથમ લોક અદાલત યોજાઈ હતી. જેમાં 8 હજાર કેસની સુનાવણી કરવામાં આવી હતી. click here

3. વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં 200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન મોદી ગઈકાલે વીડિયો કોન્ફ્રસિંગના માધ્યમથી અમદાવાદ સ્થિત સરદારધામ ભવનનું લોકાઅર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. click here

4. ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અનાવરણ

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે સ્વામી સ્વામિવિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ શનિવારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વામીવિવેકાનંદજીએ 128 વર્ષ પહેલા આજના દિવસે અમેરિકાના શિકાગોમાં યોજાયેલી ધર્મપરિસદમાં ચિરસ્મરણીય પ્રવચન કર્યું હતું. click here

  • explainers:

વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા કેમ વિદાય થયા વિજય રૂપાણી?

ગુજરાત વિધાનસભા ચૂંટણી થવામાં અત્યારે 15 મહિના બાકી છે અને બીજેપીએ અચાનક શનિવારના ચોંકાવનારો નિર્ણય લીધો. CM વિજય રૂપાણીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. આ રાજીનામાથી રાજનીતિના પંડિતો પણ ચોંકી ગયા. આખરે એક સ્થિર સરકારના CMને બીજેપીનું કેન્દ્રીય નેતૃત્વ કેમ બદલી રહ્યું છે? આ પાછળ અનેક કારણ છે. click here

  • sukhibhava:

તમારા હ્રદયને તંદુરસ્ત રાખવાના ઉપાયો, વાંચો અહેવાલ

રક્તવાહિનીના રોગો (Cardiovascular diseases) આરોગ્યની સ્થિતિની યાદીમાં ટોચ પર છે, દર વર્ષે વૈશ્વિક સ્તરે લાખો લોકો મૃત્યુ પામે છે. પરંતુ, શું તમે તમારા હૃદયની પૂરતી કાળજી રાખો છો ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અનુસાર, વર્ષ 2016માં અંદાજે 17.9 મિલિયન લોકો સીવીડીથી મૃત્યુ પામ્યા હતા, જે વૈશ્વિક મૃત્યુના 31 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ મૃત્યુમાંથી, 85% હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે છે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.