- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે એક દિવસીય વર્કશોપ યોજાશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યની નગરપાલિકાઓના ચીફ ઓફિસરો સાથે એક દિવસીય વર્કશોપ યોજાશે
- મોદી કેબિનેટનો આ અઠવાડિયામાં થઈ શકે છે વિસ્તાર, આજે PM મોદીના ઘરે થશે મોટી બેઠક
કેબિનેટ વિસ્તારને લઈને વડાપ્રધાન મોદીના ઘર પર મંગળવારની સાંજે મોટી બેઠક થવાની છે. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયૂષ ગોયલ, પ્રહ્વાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર સહિતના નેતાઓ રહેશે ઉપસ્થિત.
- છત્તીસગઢ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ આજે સંસ્કૃતિ તથા ખાદ્ય વિભાગના કાર્યોની કરશે સમીક્ષા
છત્તીસગઢ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ 6 જૂલાઈના રોજ સંસ્કૃતિ તથા ખાદ્ય વિભાગના કાર્યોની સમીક્ષા કરશે. મુખ્યપ્રધાન બઘેલ પોતાના નિવાસ કાર્યાલયે આયોજીત બેઠકમાં સંસ્કૃતિ તથા ખાદ્ય વિભાગના કાર્યોની સમીક્ષા કરશે. બેઠક બપોરે 12 વાગ્યાથી લઈ 2 વાગ્યા સુધી આયોજીત કરવામાં આવી છે.
- મધ્યપ્રદેશના પ્રવાસે રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ઉજ્જૈન અને ઈન્દોરમાં રહેશે
4 દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસે રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા 6 જુલાઈના રોજ ઉજ્જૈન અને ઈન્દોરમાં રહેશે. કેટલાયે કાર્યક્રમોમાં સામેલ થશે. તેમજ 7 જુલાઈના રોજ જ્યોતિરાદિત્ય સિંધિયા ઈન્દોરથી દિલ્હી પરત ફરશે.
- હેમંતની કેબિનેટની આજે 4 વાગ્યે ઝારખંડ મંત્રાલયમાં થશે બેઠક, અનેક મહત્વના લેવાશે નિર્ણયો
હેમંતની કેબિનેટ બેઠક આજે બપોરે 4 વાગ્યે ઝારખંડ મંત્રાલયમાં થશે. તો બીજી તરફ કેટલાયે મહત્વના પ્રસ્તાવો પર લાગશે મહોર.
- જેપી નડ્ડા આજે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર ભાજપના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે કુલ્લુમાં શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ પર ભાજપના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે.
- આજે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટ બેઠક યોજાશે, કૃષિ લોન રિકવરીમાં ખેડુતોને મળશે રાહત
ભોપાલમાં આજે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં કૃષિ લોન રિકવરીમાં ખેડુતોને રાહત મળશે તો બીજી તરફ સરકાર ગેરકાયદેસર વસાહતને કાયદેસર બનાવશે.
- કોંગ્રેસના પ્રભારી અજય માકન આજે જયપુર પહોંચશે
રાજસ્થાનના પ્રભારી અજય માકન આજે જયપુર પહોંચશે. માકનની મુલાકાત પૂર્વે જ મુખ્યપ્રધાને પાઇલટ સમર્થકો અને કેટલાક અન્ય અસંતુષ્ટ નેતાઓને વિધાનસભાની સમિતિઓમાં મહત્વની જવાબદારીઓ સોંપી છે.
- સોનિયા ગાંધી સાથે આજે મુલાકાત કરી શકે છે કેપ્ટન અમરિંદર સિંહ
કોંગ્રેસના પંજાબ એકમમાં ચાલી રહેલા વિખવાદ વચ્ચે આજે મુખ્યપ્રધાન અમરિંદર સિંહ આજે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, સિંહ મંગળવારે સવારે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરે તેવી સંભાવના છે.
- આજે બોલિવુડ અભિનેતા રણવીર સિંહનો છે જન્મદિવસ
હંમેશા પોતાના ડ્રેસિંગ સ્ટાઈલથી આશ્ચર્ય પમાડનાર રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. રણવીર સિંહની ગણતરી બોલિવુડમાં સૌથી સારા અભિનેતામાં થાય છે. રણવીર સિંહે અલગ અલગ ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ના રોજ મુંબઈમાં થયો હતો.