મુંબઈઃ સંસદની નવી ઈમારતના ઉદઘાટનને અનેક પ્રકારની વાતો થઈ રહી છે. ખાસ કરીને રાજકારણ દિવસે દિવસે એવું ગરમાઈ રહ્યું છે. જાણે દરેક નેતાઓ પોતાને વિશેષાધિકાર મળ્યો હોય એવી રીતે વાણી વિલાસ કરે છે. આવા માહોલમાં શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક વાર કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરીને મોટો કટાક્ષ કરવામાં આવ્યો છે. આ એડિટોરિયલ આર્ટીકલમાં એક એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, વડાપ્રધાન મોદી સંસદની ઈમારતનું એવી રીતે ઉદઘાટન કરી રહ્યા છે. જાણે કોઈ ભાજપનું કાર્યાલય હોય.
આમંત્રણ નથીઃ આ એડિટોરિયલમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ પ્રસંગે કોઈ નેતાને આમંત્રણ નથી આપવામાં આવ્યું. સામનાના એડિટોરિયલમાં એવું લખવામાં આવ્યું છે કે, નવી સંસદની ઈમારતનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવશે. આ ઉદઘાટન એવી રીતે કરવામાં આવશે જાણે દિલ્હમાં ભાજપના કાર્યલયનું લોકાર્પણ થઈ રહ્યું હોય. સાંસદમાં વિપક્ષના નેતાનું પદ વડાપ્રધાનની સમકક્ષ હોય છે. નિમંત્રણ પર નેતાના નામ સાથે પક્ષનું નામ હોત તો લોકશાહીની શાન વધી જાત, રાષ્ટ્રપતિને આ કાર્યક્રમમાં કોઈ આમંત્રણ નથી આપવામાં આવ્યું.
અડવાણીને લઈ પ્રશ્નઃ આ આર્ટિકલમાં અડવાણીને લઈને એક પ્રશ્ન કરાયો છે કે, ભાજપને અચ્છ દિન દેખાડનારા લાલ કૃષ્ણ અડવાણીને આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું?એમને પણ ગેટ ઉપર જ રોકી દેવામાં આવશે. જ્યાં દેશના રાષ્ટ્રપતિને આ ઉદઘાટન સમારોહમાં આમંત્રણ નથી, એમાં તમારા-મારા જેવા કોઈ વ્યક્તિને આમંત્રણ અપાય કે ન અપાઈ શું ફેર પડે છે? ભારતીય જનતા પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવામાં માહિર છે. દિલ્હીમાં રવિવારે સંસદની નવી ઈમારતનું લોકાર્પણ થશે. 20 પક્ષોએ આ ઉદઘાટનનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષને ધ્યાને લીધા વગર કે કોઈ વિરોધને ધ્યાન લીધા વગર જો વડાપ્રધાન મોદી ઉદઘાટન કરે છે તો આ એમનો મામલો છે.
ભાજપના નેતાનું વલણઃ ભાજપના નેતાઓ એ વાત પર ટિપ્પણી કરી રહ્યા છે કે, 20 વિપક્ષે આ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. પણ હકીકત એ છે કે, 20 વિપક્ષના સભ્યો ઉદઘાટનના વિરોધમાં નથી. વિવાદ એ વાતનો છે કે, રાષ્ટ્રપતિને આમંત્રણ શા માટે આપવામાં નથી આવ્યું. રાષ્ટ્રપતિ ભવનનું ઉદઘાટન કરે એ પારંપરિક છે. પણ મેં અહીંયા નવી સંસદ ઊભી કરી છે. આ મારી સંપત્તિ છે. એટલે ઉદઘાટનના મુખ્ય આસન પર મારૂ નામ રહેશે. માત્ર ને માત્ર હું. આ મોદી પોલીસી છે. અભિમાન લોકતંત્ર માટે હાનિકારક છે.