- નેપાળમાં કોવિડ -19ના કેસોમાં વધારો
- દર્દીઓની સંભાળ રાખવા માટે વેન્ટિલેટર, ઓક્સિજન અને ડોક્ટરોની તંગી
- ભારત તરફથી સહાયની આશા
નવી દિલ્હી: નેપાળમાં કોવિડ -19ના કેસોમાં વધારો થતાં ભારત જેવી સ્થિતિ કથળી રહી છે. હિમાલયના રાષ્ટ્રમાં પહેલાથી જ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં વધુ દર્દીઓ દાખલ છે. વળી હોસ્પિટલોમાં દર્દીઓની સંભાળ રાખવા માટે વેન્ટિલેટર, ઓક્સિજન અને ડોક્ટરોની ઘણી તંગી છે.
આરોગ્યસંભાળ ઉપકરણોની તીવ્ર અછત વચ્ચે નેપાળ ચીન તરફથી મદદ મળવા છતાં ભારત પાસેથી આશાઓ સેવી કરી રહ્યું છે. આ સૂચવે છે કે આગામી કેટલાક મહિનાઓ ભારત-નેપાળ સંબંધો માટે મહત્વપૂર્ણ રહેશે. કારણ કે તે ભારત સાથેના સંબંધોની ચકાસણી કરે તેવી સંભાવના છે. જે પોતે કોરોના મહામારીની બીજી લહેર સાથે સંઘર્ષ કરી રહી છે.
આ પણ વાંચો: ચીને નેપાળને આપ્યા કોરોના વેક્સિનના આઠ લાખ ડોઝ
ભારતનો વિરોધ કરવાનું નેપાળના હિતમાં રહેશે નહીં
ETV Bharat સાથે વાત કરતા પૂર્વ રાજદૂત જીતેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું, 'તે બતાવે છે કે ભારત પ્રત્યે નેપાળનું વલણ નરમતા બતાવી રહ્યું છે. આનું એક કારણ એ છે કે સ્પુટનિક-વી જેવા અન્ય રસીઓની તુલનામાં ચાઇનીઝ કોવિડ વેક્સિન સિનોફોર્મ ખૂબ અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું નથી. બીજું કે ચાઇના પાસેથી રસી પ્રાપ્ત થયા પછી પણ નેપાળને હજુ પણ રસીઓની સખત જરૂર છે. કારણ કે તે વરિષ્ઠ નાગરિકો માટે રસી રજૂ કરશે. દુનિયાભરમાં રસીની અછત છે અને ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક છે. તેથી નેપાળને સમજાયું છે કે, ભારતનો વિરોધ કરવાનું તેના હિતમાં રહેશે નહીં.
વડાપ્રધાન ઓલી પડ્યા નરમ
આ અગાઉ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત સામે અનેક મોરચા પર કડક ટિપ્પણી કરી હતી. તે જ સમયે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભારત તેમના રાજકીય હરીફોની સાથે તેમને સત્તાથી હાંકી કાઢવાના કાવતરાં કરી રહ્યું છે પરંતુ હવે ઓલીનું ભારત પ્રત્યેનું વલણ નરમ થઈ ગયું છે, કેમ કે તેઓ ગયા અઠવાડિયે નેપાળી સંસદમાંનો વિશ્વાસ મત ગુમાવી બેઠા હતા.
આ પણ વાંચો: નેપાળના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી
ઓક્સિજન 8-10 દિવસમાં નેપાળ પહોંચશે
નેપાળમાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ સોમવારે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે, ભારતમાંથી પ્રવાહી ઓક્સિજન 8-10 દિવસમાં નેપાળ પહોંચશે.
તેમણે કહ્યું, સંકટની ઘડીમાં ભારત નેપાળની મદદ કરવાનું ચાલુ રાખશે. નેપાળમાં પહેલેથી જ કોવિશિલ્ડ રસીના 2.3 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. ટેન્કરો આગામી 8-10 દિવસમાં પ્રવાહી ઓક્સિજન સાથે નેપાળ પહોંચશે.
ભારત નેપાળને મદદ કરી શકશે
ETV Bharatને કહ્યું કે, ટૂંક સમયમાં દેશમાં સ્થિતિ સામાન્ય થશે અને ભારત રસી અને અન્ય પુરવઠો મોકલવાની સ્થિતિમાં હશે.
તેમણે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય કોવિડ -19 સામે લડવામાં ભારતનું સમર્થન કરશે અને API કાચો માલ આવવાનું શરૂ થઈ ગયું છે અને પાંચ વધુ ભારતીય ફાર્મા કંપનીઓ રસી બનાવવા માટે લાઇનમાં છે. પરિસ્થિતિ આ બધાથી સરળ થશે અને આશા છે કે તે અપેક્ષિત છે. ભારત બે અઠવાડિયામાં નેપાળને સપ્લાય કરી શકશે.
ત્રિપાઠીએ કહ્યું, 'હવે, મને લાગે છે કે ભારત અને નેપાળ વચ્ચે નરમાઈ રહી છે અને બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. જે આપણા માટે સારો સંકેત છે.
ચીન રસીકરણની દ્રષ્ટિએ વૈશ્વિક સમુદાયમાં પોતાનું સ્થાન બનાવવા માટે સ્પર્ધા કરી રહ્યું છે અને હવે નાના દેશો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે.