નુરદાગી (તુર્કી) : તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 34,000ને વટાવી ગયો છે. બચાવ પ્રયાસો ચાલુ છે. ભારતની NDRF ટીમે છ વર્ષની બાળકી બેરેનને ચમત્કારિક રીતે બચાવી છે. આ સાહસમાં રોમિયો અને જુલીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. રોમિયો અને જુલી એનડીઆરએફ ટીમની ડોગ સ્ક્વોડનો ભાગ છે.
જુલીએ અમને સંકેત આપ્યો : કોન્સ્ટેબલ ડોગ હેન્ડલર કુંદન કુમારે કહ્યું કે, 'જુલીએ અમને સંકેત આપ્યો કે, એક જીવિત પીડિત છે. આ પછી અમે બીજા શ્વાન રોમિયોને પણ ચેક કરાવ્યો, જ્યારે તેણે પણ સિગ્નલ આપ્યો તો અમે ત્યાં ગયા અને બેરેનને બચાવ્યો. તેમણે કહ્યું કે, જ્યાં મશીનો ફેલ થઈ રહ્યા છે ત્યાં રોમિયો અને જુલી મદદ કરી રહ્યા છે.
-
तुर्की: NDRF की लैब्राडोर जूली ने छः साल की बेरेन को नूरदागी में मलबे से बचाया।
— ANI_HindiNews (@AHindinews) February 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
कांस्टेबल डॉग हैंडलर कुंदन कुमार ने कहा,"हमें जूली ने संकेत दिया कि लाइव विक्टिम है। इसके बाद हमने दूसरे कुत्ते रोमियो से भी चेक करवाया, जब उसने भी संकेत दिया तो हम वहां गए और बेरेन को बचाया।" pic.twitter.com/T94WTdbSyA
">तुर्की: NDRF की लैब्राडोर जूली ने छः साल की बेरेन को नूरदागी में मलबे से बचाया।
— ANI_HindiNews (@AHindinews) February 13, 2023
कांस्टेबल डॉग हैंडलर कुंदन कुमार ने कहा,"हमें जूली ने संकेत दिया कि लाइव विक्टिम है। इसके बाद हमने दूसरे कुत्ते रोमियो से भी चेक करवाया, जब उसने भी संकेत दिया तो हम वहां गए और बेरेन को बचाया।" pic.twitter.com/T94WTdbSyAतुर्की: NDRF की लैब्राडोर जूली ने छः साल की बेरेन को नूरदागी में मलबे से बचाया।
— ANI_HindiNews (@AHindinews) February 13, 2023
कांस्टेबल डॉग हैंडलर कुंदन कुमार ने कहा,"हमें जूली ने संकेत दिया कि लाइव विक्टिम है। इसके बाद हमने दूसरे कुत्ते रोमियो से भी चेक करवाया, जब उसने भी संकेत दिया तो हम वहां गए और बेरेन को बचाया।" pic.twitter.com/T94WTdbSyA
આ પણ વાંચો : IIT Kanpur ના પ્રોફેસર કહ્યું ભારતના ઝોન-5 શહેરોમાં ભૂકંપની વધુ છે શક્યતા
જૂલીને કાટમાળની અંદર જઈ અને ભસવા લાગી : કુંદન કુમારે કહ્યું કે, ડોગ સ્કવોડે ટનના કાટમાળ હેઠળ નાની બાળકીનું ઠેકાણું શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની મદદ વિના, છોકરીનો જીવ બચાવી શકાયો ન હોત. તેઓએ કહ્યું કે, અમારી પાસે કાટમાળમાં ફસાયેલા એક જીવિત વ્યક્તિ વિશે સંકેત હતો, પરંતુ જ્યારે તેઓએ જૂલીને કાટમાળની અંદર જવા કહ્યું, ત્યારે તે અંદર ગઈ અને ભસવા લાગી, જે નિશાની હતી કે, કાટમાળમાં કોઈ જીવિત ફસાયેલો છે.
આ પણ વાંચો : Aero India 2023: વડાપ્રધાન મોદીએ કર્યું એરો ઈન્ડિયાની 14મી એડિશનનું ઉદ્ધઘાટન, ભવ્ય એર-શૉ
NDRFની ટીમ શોધ અને બચાવ અભિયાન ચલાવી રહી છે : નૂરદગીમાં એક છ માળની ઈમારત ધરાશાયી થઈ અને કાટમાળમાં ફેરવાઈ ગઈ, જ્યાં NDRFની ટીમ શોધ અને બચાવ અભિયાન ચલાવી રહી છે. સ્થાનિકોએ NDRFને કાટમાળની અંદર બચી ગયેલા લોકો વિશે જાણ કરી, જેના પગલે જુલી અને રોમિયોને બચી ગયેલા પીડિતોને શોધવાનું કામ સોંપવામાં આવ્યું, જેમાં તેઓ સફળ થયા.