નવી દિલ્હી: NDA ઉમેદવાર જગદીપ ધનખરે (NDA candidate Jagdeep Dhankar won) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી લીધી છે. તેમણે વિપક્ષના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જગદીપ ધનખરે વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વાને માત આપી છે. ચૂંટણીમાં 725 સાંસદોએ મતદાન કર્યું હતું. TMCના 34 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. સપાના બે, બસપાના એક સાંસદે પણ મતદાન કર્યું ન હતું. ધનખરને 528 વોટ મળ્યા જ્યારે અલ્વાને 182 વોટ મળ્યા. 15 મતો અમાન્ય જાહેર થયા હતા.
આ પણ વાંચો: શીખો : નાતજાતના ભેદભાવથી દૂર હિન્દુ મુસ્લિમ એકતાની દશક જૂની દુકાન
-
Delhi | NDA candidate Jagdeep Dhankar won by 346 votes as he bagged 528 of the total 725 votes that were cast. While 15 were termed invalid, Opposition candidate Margret Alva received 182 votes in the election: LS Gen-Secy Utpal K Singh pic.twitter.com/ZNHcbmftAU
— ANI (@ANI) August 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi | NDA candidate Jagdeep Dhankar won by 346 votes as he bagged 528 of the total 725 votes that were cast. While 15 were termed invalid, Opposition candidate Margret Alva received 182 votes in the election: LS Gen-Secy Utpal K Singh pic.twitter.com/ZNHcbmftAU
— ANI (@ANI) August 6, 2022Delhi | NDA candidate Jagdeep Dhankar won by 346 votes as he bagged 528 of the total 725 votes that were cast. While 15 were termed invalid, Opposition candidate Margret Alva received 182 votes in the election: LS Gen-Secy Utpal K Singh pic.twitter.com/ZNHcbmftAU
— ANI (@ANI) August 6, 2022
મૂળ રાજસ્થાનના: લોકસભાના મહાસચિવ ઉત્પલ કે સિંહે ચૂંટણી પરિણામોની જાહેરાત કરી. તેમણે કહ્યું કે NDA ઉમેદવાર જગદીપ ધનખર કુલ 725 મતોમાંથી 528 મતોથી 346 મતોથી જીત્યા છે. વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 મત મળ્યા, જ્યારે 15 મત અમાન્ય જાહેર થયા.ધનખર મૂળ રાજસ્થાનના વતની છે. જે ભાજપમાં જોડાતા પહેલા જનતા દળમાં હતા. કોંગ્રેસમાં એક સમયે રહેલા ધનખરે રાજસ્થાન હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી છે. બીજી તરફ બીજુ જનતા દળ અને વાયએસઆર તેમજ બહુજન સમાજ પાર્ટીએ એનડીએના ઉમેદવારને સમર્થન જાહેર કરીને ધનખરને મોટી જીતની ખાતરી આપી હતી.
આ દિવશે શપથવિધિ: NDAના ઉમેદવાર જગદીપ ધનખર દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હશે. તેમણે 528 મતો સાથે પોતાની જીત નોંધાવી છે. તેમની જીત બાદ રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. ધનખર હવે તારીખ 11 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. નોંધનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ તારીખ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ઓરડામાં પુરાયો દીપડો, ગામમાં મચ્યો ઓહાપો
ઉજવણીનો માહોલ: શનિવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સાંજે 5 વાગ્યે સમાપ્ત થયું હતું. આ પછી સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. હવે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ભાજપના કાર્યકરો હવે ભાજપ કાર્યાલયમાં ઉજવણી કરી રહ્યા છે. રાજકીય લોબીમાંથી દરેક રાજનેતા નવા ઉપરાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી રહ્યા છે.