- સંરક્ષણ સંપાદન કાર્યવાહી 2020માં લીઝિંગ મોડેલની રજૂઆત
- ટૂંકા ગાળાની ક્ષમતાના અંતરાલને ઘટાડવાનો વિકલ્પ
- મેનપાવર અને મેઇન્ટેનેન્સમાં ઘટાડો થશે
નવી દિલ્હી: વાઇસ એડમિરલ જી અશોક કુમારે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, સંરક્ષણ સંપાદન કાર્યવાહી 2020માં લીઝિંગ મોડેલની રજૂઆત કરવી એ એક પ્રતિકાત્મક બદલાવ છે. આ જહાજ નિર્માણના કરારનો લાંબો સમયગાળાને ધ્યાનમાં રાખીને ટૂંકા ગાળાની ક્ષમતાના અંતરાલને ઘટાડવાનો વિકલ્પ આપે છે.
મધ્યમ ગાળામાં કેટલીક સંપત્તિ ભાડે આપવાની યોજના
FICCI દ્વારા આયોજિત ફોર્સ લેવલ મેઇટેનન્સ એન્ડ મોર્ડનાઇઝેશન માટે લીવરેજ લીઝ્ઝ પર ઇ-સેમ્પોઝિયમને સંબોધન કરતા વાઇસ એડમિરલે જણાવ્યું હતું કે, અમે આપણી ઓપરેશનલ ક્ષમતાઓમાં વધારો કરવા અને મેઇન્ટેનેન્સમાં મોટા રોકાણથી બચવા માટે ઓપરેશનલ સપોર્ટ એસેટ્સ અને સહાયકોને લીઝ પર લેશુ. ભારતીય નૌકાદળ મધ્યમ ગાળામાં કેટલીક સંપત્તિ ભાડે આપવાની પણ યોજના છે, જેથી મેનપાવર અને મેઇન્ટેનેન્સમાં ઘટાડો કરી શકાય.
અંતરિક્ષ આધારિત સર્વેલન્સ, AI, આધુનિક વિમાન ભવિષ્યની જરૂરિયાત
નૌકાદળના વાઇસ એડમિરલ વધુમાં જણાવ્યું કે, ભારતીય નૌકાદળ હેલિકોપ્ટર અને માનવરહિત વિમાન માટે પણ આવું કરી શકાય છે. વાઇસ એડમિરલ કુમારે જણાવ્યું હતું કે, અમારી ભાવિષ્યની આવશ્યકતાઓમાં અંતરિક્ષ આધારિત સર્વેલન્સ, AI, આધુનિક વિમાન સાથેનું મજબૂત સંચાર નેટવર્ક વગેરેનો સમાવેશ છે.
ક્ષમતા નિર્માણ એ લાંબાગાળે વિકસતી પ્રક્રિયા
ક્ષમતા નિર્માણ એ લાંબાગાળે વિકસતી પ્રક્રિયા છે. લીઝ્ડ મોડેલની લાક્ષણિકતાઓ સમજાવતા વાઇસ એડમિરલ કુમારે જણાવ્યું કે, આ મુખ્ય ક્ષમતા પર વધુ ધ્યાન આપવા માટે સક્ષમ બનાવે છે. ટૅકનિકલ ખામીઓને દૂર કરે છે અને જાળવણી માટે માનવ શક્તિ ખર્ચમાં પણ ઘટાડો કરે છે.