- રાષ્ટ્રીય પોષણ મહિનાની આજથી શરૂ
- પોષણ અભિયાનને સફળ બનાવવા સૂચનો
- પોષણ મહિનાના સફળ સંગઠન અંગે બેઠક યોજાઇ
મેરઠ: રાષ્ટ્રીય પોષણ મહિનાની આજથી શરૂ થઇ છે અને કેવી રીતે ઉજવણી કરવામાં આવશે તે અંગે સમુદાયની ભાગીદારી સાથે પોષણ અભિયાનને સફળ બનાવવા માટે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પોષણ મહિનામાં, પોષણ બગીચો, યોગ સત્ર, પોષણ કીટ વિતરણ સહિત ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ માટે મુખ્ય વિકાસ અધિકારીએ રૂપરેખા તૈયાર કરી જવાબદાર અધિકારીઓને સૂચનાઓ આપી છે. CDO એ જિલ્લાના અધિકારીઓને જન આંદોલન અને સમુદાયની ભાગીદારી સાથે પોષણ અભિયાનને સફળ બનાવવા સૂચના આપી છે. આ દરમિયાન મુખ્ય વિકાસ અધિકારી શશાંક ચૌધરીએ વિકાસ ભવન સભાગૃહમાં અધિકારીઓ સાથે પોષણ મહિનાના સફળ સંગઠન અંગે બેઠક યોજી હતી.
સરકારના ઈરાદા મુજબ ચોથા રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી
સરકારના ઈરાદા મુજબ ચોથા રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી 1 સપ્ટેમ્બરથી જિલ્લામાં કરવામાં આવશે. ત્યારે આ અંગે જરૂરી બેઠક યોજ્યા બાદ મુખ્ય વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. સીડીઓ શશાંક ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર મહિના દરમિયાન ચાલનારા આ અભિયાનમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન પોષણ મહિનામાં પોષણ બગીચો, યોગ સત્ર, પોષણ કીટ વિતરણ સહિત અનેક પ્રવૃત્તિઓ થશે.
![રાષ્ટ્રીય પોષણ મહિનો આજથી શરૂ, જાણો પોષણ અભિયાનને સફળ બનાવવા કેવા આયોજનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-brl-04-nutritionmonthplan-av-7202281_31082021215436_3108f_1630427076_454.jpg)
રાષ્ટ્રીય પોષણ મહિનામાં દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ
મુખ્ય વિકાસ અધિકારી શશાંક ચૌધરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પોષણ મહિનામાં દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. મુખ્ય વિકાસ અધિકારીએ કડક સૂચના આપી હતી કે, પોષણ માહ દરમિયાન કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓ ભારત સરકારના જન આંદોલન ડેશબોર્ડ પોર્ટલ www.poshanabhiyaan.gov.in પર નિયમિતપણે અપલોડ કરવી જોઈએ. તમામ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં કોવિડ -19 ના દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ચિત થવું જોઈએ.
રાષ્ટ્રીય પોષણ મહિનાના પ્રથમ સપ્તાહમાં શું..
આ પ્રસંગે જિલ્લા કાર્યક્રમ અધિકારી વિનીત કુમાર સિંહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પોષણ મહિનાના પ્રથમ સપ્તાહમાં આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયતો અને અન્ય સરકારી ઇમારતોમાં ખાલી જમીન પર પોષણ બગીચા વિકસાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે. જ્યારે બીજા સપ્તાહમાં સગર્ભા સ્ત્રીઓ અને બાળકો અને કિશોરો માટે યોગ સત્રનું આયોજન કરવામાં આવશે.