મધ્યપ્રદેશ: ક્યારેક એવી ઘટનાઓ બને છે જેને જાણીને નવાઈ તો લાગે પણ આશ્ચર્ય પણ એટલું જ થાય. એવામાં સાપના સમાચાર આવે એટલે રીતસરનું ફફડી જવાય. આવીજ ડ એક ઘટના બની છે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના જિલ્લામાં. જ્યાં એક સાપ બાઈકના મીટર બોર્ડમાં બેસી જતા ફફડાટ વ્યાપી ગયો હતો. નરસિંહપુર (Snake in bike speed meter) જિલ્લાના ગોટેગાંવ તાલુકાના બરહાતા ગામની કોલોની મોહલ્લામાં રહેતા નઝીર ખાનના ઘરની છે. તેઓ હીરો હોન્ડા બાઇક રાત્રે ઘરની બહાર પાર્ક કરી હતી. જેમાં એક નાગ મીટર કાચની અંદર ઘુસી ગયો (Nag meter penetrated inside the glass) હતો.
મીટરમાં કાચઃ નઝીર ખાન સવારે બાઇક લઈને કામ પર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઇકમાં ફફડાટનો અવાજ આવી રહ્યો હતો. તેણે જોયું કે બાઇકમાં સાપનો અવાજ આવી રહ્યો છે, પરંતુ સાપ ક્યાંય દેખાતો નથી. તેણે ધ્યાનથી જોયું તો સાપ બાઇકના મીટર કાચની અંદર વિંટોળાઇને બેઠો હતો. આ જોઈને યુવક ચોંકી ગયો અન તેણે પરિવાર સહિત અન્ય લોકોને જાણ કરી હતી. લોકોએ સાપને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બાઇકનો મીટર કાચ તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ધીમે ધીમે કોઇક રીતે સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.