- એમ જી જ્યોર્જ મુથૂટનું શુક્રવારે છત પરથી પડી ગયા હતા
- એમ જી જ્યોર્જ મુથૂટના નેતૃત્વમાં કંપનીએ નામના મેળવી હતી
- મુથૂટ ફાઇનાન્સ ભારતની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની બની હતી
નવી દિલ્હી: મુથૂટ ગ્રુપના અધ્યક્ષ, એમ જી જ્યોર્જ મુથૂટનું શુક્રવારે છત પરથી પડી જવાથી મોત થયું હતું. એમ જી જ્યોર્જ લગભગ 9 વાગ્યે રાત્રે પોતાના ઘરની છત પરથી પડી ગયા હતા. પોલીસના અનુસાર, 72 વર્ષીય એમ જી જ્યોર્જ બીમાર પણ હતા.
એમ જી જ્યોર્જ મુથૂટના નેતૃત્વમાં કંપનીએ નામના મેળવી હતી
એમ જી જ્યોર્જ મુથૂટના નેતૃત્વમાં કંપનીએ દુનિયાભરમાં 5000થી વધુ શાખાઓ અને 20થી વધુ અલગ અલગ વ્યવસાયોમાં વિસ્તાર કર્યો.
વાંચો: વડોદરાઃ મુથૂટ ફાઇનાન્સમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ, 2000 લોકોનું રૂપિયા 20 કરોડનું સોનું બચ્યું
મુથૂટ ફાઇનાન્સ ભારતની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની બની હતી
મુથૂટ ફાઇનાન્સ ભારતની સૌથી મોટી ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપની બની હતી અને એમ જી જ્યોર્જ મુથૂટની આગેવાની હેઠળના '1000 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટ ક્લબ'માં જોડાનાર પ્રથમ એનબીએફસી છે. તેના હેઠળ, મુથૂટ ગ્રુપે વિશ્વભરમાં 5,500 થી વધુ શાખાઓ અને 20 થી વધુ જુદા જુદા ધંધામાં વિસ્તરણ કર્યું.
ગત વર્ષે ફોર્બ્સ મેગેઝીની અમીરોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું
જ્યોર્જ મુથૂટ ફિક્કી કેરળ રાજ્ય પરિષદના અધ્યક્ષ પણ હતા. જ્યોર્જ મુથુટ એ 6 મલયાલી લોકોમાંથી એક હતા, જેમણે ગત વર્ષે ફોર્બ્સ મેગેઝીનની અમીરોની યાદીમાં જગ્યા પ્રાપ્ત કરી હતી.