ETV Bharat / bharat

The Kerala Story: મુસ્લિમ યુથ લીગે ફિલ્મમાં બતાવેલ તથ્યો સાબિત કરનારાઓને 1 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત

ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નો વિવાદ ઉગ્ર થઈ રહ્યો છે. આ દરમિયાન કેરળમાં મુસ્લિમ યુથ લીગે દાવો કર્યો છે કે જો કોઈ ફિલ્મમાં બતાવવામાં આવેલી વસ્તુઓને સાચી સાબિત કરશે તો તેઓ એક કરોડનું ઈનામ આપશે.

author img

By

Published : May 1, 2023, 6:46 PM IST

The Kerala Story:
The Kerala Story:

મલપ્પુરમઃ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની આકરી ટીકા કરતા મુસ્લિમ યુથ લીગના નેતા પીકે ફિરોઝે ફિલ્મના દાવાઓને સાબિત કરનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

સંઘ પરિવારની ફેક્ટરીનું સૌથી મોટું જૂઠ: પીકે ફિરોઝે ફેસબુક પોસ્ટ દ્વારા પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે જેમની પાસે ફિલ્મમાં ચર્ચા કરવામાં આવેલી બાબતોને સાચી સાબિત કરતી માહિતી છે, તેઓએ યુથ લીગના જિલ્લા કેન્દ્રો પાસે પુરાવા લાવવા જોઈએ અને એક કરોડ રૂપિયાનું ઈનામ જીતવું જોઈએ. પીકે ફિરોઝે એમ પણ કહ્યું કે લવ જેહાદ દ્વારા તેમને સીરિયામાં લાવવાનો આરોપ સંઘ પરિવારની ફેક્ટરીનું સૌથી મોટું જૂઠ છે. જે માત્ર રાજકીય હેતુઓ માટે જૂઠું બોલે છે.

આ પણ વાંચો: Central Govt Blocks App: કાશ્મીરમાં આતંક ફેલાવતી એપ્લીકેશન બ્લોક, આ રહ્યું લીસ્ટ

કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય: નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નું ટ્રેલર ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે. સંઘ પરિવાર કે જેણે ધર્મનિરપેક્ષતાની ભૂમિ કેરળમાં પોતાને ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે રવિવારે ટ્વિટ કર્યું કેે આ તમારા કેરળની વાર્તા હોઈ શકે છે. આ અમારા કેરળની વાર્તા નથી.

આ પણ વાંચો: Karnataka Election 2023: કર્ણાટકમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું પ્રોમીસ

શા માટે છે વિવાદ: સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મ 5 મે 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. 'ધ કેરલ સ્ટોરી'માં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. સેનની ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના ટ્રેલરની ટીકા કરવામાં આવી હતી. કારણ કે તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાંથી 32,000 છોકરીઓ ગુમ થઈ હતી અને બાદમાં આતંકવાદી જૂથ, ISISમાં જોડાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.