- સાહિબગંજ જિલ્લાના તાલઝારી પોલીસ સ્ટેશન વિસ્તારનો મામલો
- કરણપુરા પંચાયત સ્થિત ઘોઘી ગામમાં મહિલાની થઈ હતી હત્યા
- મહિલામાં ભૂત હોવાની શંકાના આધારે કરાઈ હતી હત્યા
આ પણ વાંચોઃ બીજાપુરમાં નક્સલીઓએ જિલ્લા પંચાયતના સભ્યની જાહેરમાં હત્યા કરી
સાહિબગંજઃ જિલ્લાના તાલઝારી પોલીસ સ્ટેશન વિસ્તારના કરણપુરા પંચાયત સ્થિત ઘોઘી ગામમાં ભૂતની શંકા રાખી એક મહિલાની હત્યા થઈ હતી. હત્યા બાદ મહિલાના મૃતદેહને દાડી દેવામાં આવ્યો હતો. ઘણી મહેનત પછી પોલીસે શુક્રવારે રાત્રે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા
પોલીસના જણાવ્યાનુસાર, પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોઘી ગામના બડકા મુર્મુએ પત્ની તાલામોય સોરેન ગુમ હોવાની સુચના તાલઝારી પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ મામલામાં તાલઝારી પોલીસે 3 લોકોને કસ્ટડીમાં લીધા છે, જેના જણાવ્યા પછી ઘોઘી ગામના તળાવ પાસેની જમીનની અંદરથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. રાજમહલ SDPOએ આ અંગે જણાવ્યું કે, પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.