દુમકા:રાજયમાં હજુ સુધી પેટ્રોલ છાંટી સળગાવવાનો સગીરાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. કે, દુમકામાં ફરી એકવાર સગીર બાળકીની હત્યા (Sexual Abuse With minor) કરવામાં આવી છે. આ મામલો રાણેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. હત્યારાએ કેસને આત્મહત્યા જેવો લાગે તે માટે મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો હતો. પરંતુ જ્યારે પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે, તેની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તે ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.(Dumka Rape Murder Case) મળતી માહિતી મુજબ, મૃતક મજૂરી કામ કરતો હતી. કાર્યવાહી કરીને પોલીસે આરોપી રાજ મિસ્ત્રીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેને રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મૃતક રાણેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી હતી: પોલીસે મૃતકની ઓળખ માટે થોડો પ્રયાસ કરવો પડ્યો, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તે દુમકા જિલ્લાના રાણેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી હતી. જ્યારે તેના પરિવારજનોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા ત્યારે, ખબર પડી કે, કિશોરી મજૂરી કામ કરતી હતી અને રાણેશ્વરથી રોજ આવતી હતી. કેટલીકવાર તે જામા પોલીસ સ્ટેશનમાં તેની માસીના ઘરે પણ રહેતી. અહીં તેણીને એક કડિયાકામ કરતા વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, જે દરમિયાન તે ગર્ભવતી બની હતી.
DIG નું નિવેદન: દુમકા ડીઆઈજી સુદર્શન પ્રસાદ મંડલે માહિતી આપી હતી કે, આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવતી સગીર હતી અને તે ગર્ભવતી હતી. આ મામલામાં IPCની કલમ 376, 302 અને POCSO એક્ટની કલમો લગાવવામાં આવી છે. તેણે કહ્યું કે, ધરપકડ કરાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, હજુ સુધી તેની હત્યા શા માટે કરવામાં આવી તે સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે, દુમકાની દીકરીઓ સાથે આવી ઘટનાઓ સતત બની રહી છે. આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને દોષિતો સામે જરૂરી કાર્યવાહી થવી જોઈએ.