મુંબઈઃ પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાની હત્યાએ દેશને આંચકો આપ્યો હતો. મુસેવાલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોક અને આક્રોશ ફેલાયો છે. મૂઝવાલાની હત્યા પછી, ફિલ્મ ઉદ્યોગમાં પણ શોકનો માહોલ છે. આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને બાંદ્રાના બેન્ડસ્ટેન્ડમાં રવિવારે એક પત્ર દ્વારા આ ધમકી મળી છે. સલમાનને મળેલી ધમકી બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને આજે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરી હતી તેની સાથે જ અભિનેતાની સુરક્ષા વધારી (Salman's security has been beefed up) દેવામાં આવી છે.
આ પણ વાંચો: અંબાણી પરિવારે ફરી દેશના લોકોનું ધ્યાન ખેંચ્યું, પૂત્રવધૂ માટે યોજી આરંગેત્રમ સેરેમની
સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી: સલમાન ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ 'ટાઈગર-3'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ છે. આ સાથે તે ટૂંક સમયમાં 'કભી ઈદ કભી દિવાળી'નું શૂટિંગ પણ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે છે. સાથે જ શહનાઝ ગિલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આવા વ્યસ્ત સમય દરમિયાન, રવિવારે બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડ ખાતે સલમાન ખાનના પિતા સલીમ અને સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. મુંબઈની બાંદ્રા પોલીસે આ મામલે FIR નોંધી છે. આ સાથે જ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પત્રમાં સલમાન ખાનને સિદ્ધુ મૂસેવાલા જેવો હાલ કરવાની ધમકી આપવામાં આવી છે. આ પત્રમાં 'તમારી હાલત સિદ્ધુ મુસેવાલા જેવી થશે' તેમ લખ્યું હતું. સલમાનને મળેલી ધમકી બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને આજે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરી હતી તેની સાથે જ અભિનેતાની સુરક્ષા વધારી (Salman's security has been beefed up) દેવામાં આવી છે. આ ઉપરાંત જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાગ્રે પાટીલ અને DCP મંજુનાથ શાંગે સલમાન ખાનના ઘરે પહોંચ્યા (Commissioner and DCP arrive at Salman's house) અને આ વિષય પર પૂછપરછ કરી છે.