મુંબઈ : મુંબઈના ગોવંડી પોલીસ સ્ટેશનની હદમાં તાજેતરમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. ગોવંડી પોલીસે આ અજાણ્યા યુવકના મૃતદેહને લઇને સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે એક પછી એક બાબતો પ્રકાશમાં આવતાં આ યુવકની હત્યા ઓનર કિલિંગનો બનાવ હોવાનું પણ સામે આવ્યું હતું.
પ્રેમ લગ્નના મામલામાં બે હત્યા : અજાણ્યા યુવકના મૃતદેહની ઓળખ કરીને પ્રેમ લગ્નના મામલામાં બે હત્યાનો ભેદ ઉકેલવામાં મુંબઇ પોલીસ સફળ રહી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હેમરાજ રાજપૂતે ઓનર કિલિંગની આ ઘટના સંદર્ભે જણાવ્યું કે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ કાયદા સંઘર્ષના આવેલા સગીરની અટકાયત કરવામાં આવી છે.
ઓનર કિલિંગનો કેસ : ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ હેમરાજ રાજપૂતે જણાવ્યું હતું કે ગોવંડી પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહની ઓળખ 2 હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. પ્રેમ લગ્ન કરનાર પુત્રી અને જમાઈની હત્યાનો આ ઓનર કિલિંગનો કેસ છે. મુંબઇ પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આ કામમાં મદદગારી કરનારા ત્રણ સગીરની અટકાયત કરવામાં આવી છે.
14 ઓક્ટોબરે મૃતદેહ મળ્યો હતો : આ ઘટનાની પાછલી વિગત જોઇએ તો 14 ઓક્ટોબરના રોજ મુંબઈના ગોવંડી પોલીસ સ્ટેશનની હદમાં આશરે 20 થી 22 વર્ષની વયના એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. ગોવંડી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતાં સર્કલ 6 નાયબ પોલીસ કમિશનર હેમરાજ રાજપૂતના પોલીસ માર્ગદર્શન હેઠળ, ગોવંડી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુદર્શન હોનવડકરે દસ તપાસ ટીમો બનાવી હતી. ટીમે કુશળ તપાસ કરી મૃતકની ઓળખ કરી હતી. તો જાણવા મળ્યું હતું કે મૃતક ઇસમ કરણ રમેશચંદ્ર ઉમર 22 વર્ષ, ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. આ કેસમાં ગોવંડી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંવિધાનની કલમ 302, 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત : તપાસ ટીમને મળેલી બાતમીના આધારે મૃતક ઈસમની પત્નીના પિતા ગોરા રઈમુદ્દીન ખાન ઉ.વ. 50ની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી. સસ્પેક્ટ ઈસમની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેણે તેના જમાઈ કરણ રમેશચંદ્રની હત્યા અન્ય સાથીદારની મદદથી કરી છે. હત્યાનું કારણ પણ જણાવ્યું કે તેમની પુત્રી ગુલનાઝ અને તેના પતિ કરણે ગયા વર્ષે પ્રેમ લગ્ન કર્યા હતાં. આરોપીએ પોલીસને કહ્યું કે તેઓએ મૃતક યુવાનની પત્નીની પણ હત્યા કરી છે અને મૃતદેહ ક્યાં છે તે પણ જણાવ્યું હતું. આથી પોલીસ વિમાસણમાં મૂકાઈ હતી. ત્યારે સામે આવ્યું કે આરોપીની પુત્રીના પ્રેમ લગ્ન પરિવારને મંજૂર ન હતાં જેથી ગુસ્સામાં બંનેની હત્યા કરી નાખી. આરોપી પિતાએ પ્રેમલગ્ન કરનારી પુત્રી મૃતક ગુલનાઝના મૃતદેહને નવી મુંબઈમાં આરોપીઓ દ્વારા દર્શાવેલ જગ્યાએથી કબજે લેવામાં આવ્યો છે.
આરોપીઓમાં ત્રણ સગીર : ત્યારે ગોવંડી પોલીસે અત્યાર સુધીમાં ગોરા ઈમુદ્દીન ખાન, તેના પુત્ર સલમાન ગોરા ખાન મોહમ્મદ કૈફ નૌશાદ ખાન, સલમાનના મિત્રની ધરપકડ કરી છે. ઓનર કિલિંગની હત્યાના ગુનાની તપાસમાં અત્યાર સુધીમાં ત્રણની ધરપકડ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકોની ધરપકડ કરવામાં આવી છે. અહીંના પોલીસ ઈન્સ્પેક્ટર આ કેસની તપાસ કરી રહ્યા છે.