- શિવસેનાના મરાઠી કાર્ડને કોરાણે કરાયું
- ગુજરાતી કાર્ડ ખેલતાં આપ્યું ગુજરાતી સૂત્ર
- બીએમસી ચૂંટણીમાં ગુજરાતી મતદારોને આકર્ષવાનો પ્રયાસ
મુંબઈઃ બીએમસીની ચૂંટણીઓ યોજાનાર છે. શિવસેનાએ ગુજરાતી કાર્ડ ખેલવાનું શરૂ કરી દીધું છે. શિવસેનાએ મુંબઈની ગુજરાતી વસતીને પાંખમાં લેવા દાવ અજમાવવાની શરુઆત કરી દેતાં એક સૂત્ર રમતું મૂક્યું છે. મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં. મુંબઈમાં ગુજરાતી મતદારોની મોટી સંખ્યા છે અને તે ભાજપના પરંપરાગત મતદારો માનવામાં આવે છે. આ મતદાતાઓને લોભાવવા માટે શિવસેના કદમ બઢાવી રહી છે.
- ગુજરાતીભાષીઓની સભા આયોજિત કરી
શિવસેનાએ મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાં સૂત્ર સાથે મુહીમ હાથમાં લીધી છે. આ ટેગ લાઈન સાથે મુંબઈમાં ગુજરાતીભાષીઓની સભા આયોજિત કરી છે. જેની જવાબદારી હેમરાજ શાહને સોંપવામાં આવી છે. આ પહેલાં વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરેના મતક્ષેત્ર વરલીમાં પણ ગુજરાતી પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં.