ETV Bharat / bharat

ડ્રગ્સ ખરીદવા દંપતીએ બે બાળકોને વેચ્યા, ત્રણની ધરપકડ - child traffickers arrested

મુંબઈમાં એક દંપતીએ પોતાના બે બાળકોને ડ્રગ્સ માટે વેચ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો...Child Trafficking Case, child traffickers arrested, children Selling for drugs

MUMBAI COUPLE SOLD TWO SONS FOR DRUGS THREE ARRESTED IN ANDHERI MAHARASHTRA

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 9:50 PM IST

મુંબઈ: માતા-પિતા પાસે ડ્રગ્સ ખરીદવાના પૈસા ન હોવાથી તેમના બે બાળકોને વેચી દીધા. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. કહેવાય છે કે અંધેરી વિસ્તારમાં રહેતા દંપતીએ ડ્રગ્સ ખરીદવા માટે તેમના બે વર્ષના છોકરા અને નવજાત બાળકીને 74 હજાર રૂપિયા (60 હજાર અને 14 હજાર)માં વેચી દીધી હતી. બુધવારે રાત્રે ડીએન નગર પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જો કે હજુ એક આરોપી ફરાર છે.

આ મામલામાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજ તિલક રોશને જણાવ્યું કે જે છોકરીને વેચવામાં આવી હતી તેની શોધ કરવામાં આવી છે અને બે વર્ષ પહેલા વેચાયેલા છોકરાની શોધ ચાલી રહી છે. આ ચોંકાવનારી ઘટનાનો ખુલાસો આરોપીના પરિવારજનોએ કર્યો છે. આ સંબંધમાં ફરિયાદ બાદ પોલીસે શબ્બીર સમશેર ખાન, સાનિયા શબ્બીર ખાન, ઉષા રાઠોડ અને શકીલ મકરાણી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ સેલ 9ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર દયા નાયક કરી રહ્યા છે. કહેવાય છે કે ફરિયાદી મહિલા બાંદ્રા વિસ્તારમાં રહે છે અને આરોપી પિતા શબ્બીર તેનો ભાઈ છે જ્યારે સાનિયા શબ્બીરની પત્ની છે.

ડ્રગ્સની લત: દંપતી ડ્રગ્સના બંધાણી હોવાના કારણે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કારણોસર શબ્બીર અને સાનિયા ફરિયાદીની ભાભીનું ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા લાગ્યા હતા. ફરિયાદી અનુસાર, શબ્બીર અને સાનિયાને બે બાળકો હતા. જણાવવામાં આવ્યું હતું કે જ્યારે શબ્બીર અને સાનિયા બંને બાંદ્રામાં તેમની ભાભીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેના બંને બાળકો જોવા મળ્યા ન હતા.

જ્યારે ફરિયાદી ભાભીએ વારંવાર બાળકો વિશે પૂછપરછ કરતાં તેણે અસ્પષ્ટ જવાબો આપ્યા હતા. પરંતુ ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં માલુમ પડ્યું હતું કે પુત્ર હુસેનને દોઢ વર્ષ પહેલા નશાની લતના પૈસાના અભાવે વેચી દેવામાં આવ્યો હતો અને જન્મ સમયે જ જન્મેલી પુત્રીને વેચી દીધી હતી. પોલીસ તપાસ બાદ જાણવા મળ્યું કે પુત્ર હુસૈનને ઉષા રાઠોડની મદદથી અંધેરી વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિને 60 હજાર રૂપિયામાં વેચી દેવામાં આવ્યો હતો. જેમાં ઉષા રાઠોડને દસ હજાર રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે, નવજાત બાળકીને ડીએન નગરના ડોંગર વિસ્તારના રહેવાસી શકીલ મકરાણીને 14 હજાર રૂપિયામાં વેચવામાં આવી હતી.

  1. Mizoram News: 2000થી વધુ મ્યાનમાર નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને મિઝોરમમાં બન્યા શરણાર્થી
  2. Mumbai Drug : મુંબઈમાં કોકેઈનનો કાળો કારોબાર, 15 કરોડના ડ્રગ્સ સાથે 2 વિદેશી પેડલરને મુંબઈ NCB એ દબોચ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.