ETV Bharat / bharat

MP Road Accident Deaths: મધ્યપ્રદેશમાં બોલેરો પર ટ્રક પડ્યો, 2 બાળકો સહિત 7 નાં મોત - Road Accident

મધ્યપ્રદેશના સિધીમાં, એક ટ્રક ચાલતી બોલેરો વાહનની ઉપર પડતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જેમાં 7 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લોકોને બચવાની તક પણ મળી ન હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યારબાદ બચાવકાર્ય શરૂ કર્યું હતું.

MP Road Accident Deaths: મધ્યપ્રદેશમાં બોલેરો પર ટ્રક પડી, 2 બાળકો સહિત 7 લોકોના મોત
MP Road Accident Deaths: મધ્યપ્રદેશમાં બોલેરો પર ટ્રક પડી, 2 બાળકો સહિત 7 લોકોના મોતEtv Bharat
author img

By

Published : Jun 8, 2023, 1:38 PM IST

મધ્યપ્રદેશ: અકસ્માતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે અકસ્માતના કારણે મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર મધ્યપ્રદેશના સિધીમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે બોલેરો વાહનને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 7 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

તપાસ શરૂ કરી: આ ઘટના ગુરુવારે સવારે 10:30 વાગ્યે સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બોલેરો સિધી તરફ જઈ રહી હતી. ત્યારે ટ્રકે બોલેરો વાહનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી રહી છે. પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સિધીમાં ઝડપે પાયમાલીઃ સિધી જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ફરી એકવાર જીવલેણ અકસ્માત સામે આવ્યો છે. જેમાં માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોતનો થયા છે. સિધી જિલ્લાના ગ્રામ પંચાયતમાં બારામ બાબાના ડોલ પાસે બોલેરો વાહન અકસ્માતનો શિકાર બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક પલટી ખાઈ ગયો અને બોલેરોનો કુડચો બોલી ગયો.

બોલેરોની ઉપરથી ટ્રક પડીઃ જામોદી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શેષમણી મિશ્રાએ માહિતી આપતાં જણાવ્યું કે, “ટ્રક અચાનક બેકાબૂ થઈ ગયો અને ખાડામાં ફસાઈ ગયો. ટ્રક ત્યાંથી પસાર થતા બોલેરો વાહનની ઉપર પડ્યો હતો. જેના કારણે બોલેરો વાહનમાં હાજર તમામ લોકોનું દર્દનાક મોત નિપજ્યું હતું. જો કે, વાહનમાં અંદર કોણ હતા. તેઓ ક્યાં જઈ રહ્યા હતા. તે સ્પષ્ટ થયું નથી.આ અકસ્માતની માહિતી મળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, ચારેબાજુ હોબાળો મચી ગયો હતો. આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

  1. Mahisagar Accident : સરકારી બાબુ નશામાં ધૂત બનીને કાર સાથે અકસ્માત સર્જીને વકીલના પરિવારને ધમકાવ્યો
  2. Patan News : માતાજીની માનતા પુરી કરીને આવતા ભક્તોને નડ્યો અકસ્માત, એકનું મોત છ ઈજાગ્રસ્ત
  3. Surat Accident : કાર ચાલકે ટક્કર મારતા ફિલ્મી સ્ટાઈલમાં લારી અને યુવક ફંગોળાયા, જૂઓ CCTV

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.