અમદાવાદઃ સંસદમાં કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શક્તિસિંહ ગોહિલ હંમેશા ભારતીય માછીમારોનો મુદ્દો ઉઠાવતા (Shaktisinh Gohil on Gujarat Fishermen) રહેતા હોય છે. ત્યારે આ વખતે તેમણે સંસદમાં પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામેલા ભારતીય માછીમારના મૃતદેહને પરત લાવવાની (Shaktisinh Gohil demands for Gujarat fisherman) માગ કરી હતી. આ અંગે તેમણે ટ્વિટર પર એક નોટિસ શેર કરીને માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ Sagar Parikrama 2022 : સાગર પરિક્રમા પ્રવાસ નહીં માછીમારોના કલ્યાણ માટેનું એક સોપાન : પરસોત્તમ રૂપાલા
-
मेरी आज संसद में शून्यकाल नोटिस । विषय: पाकिस्तान की क़ैद में गुजरात के नानु राम कमलिया की मृत्यु ३ फ़रवरी को हुई है । उनके पार्थिव शरीर को गुजरात जल्द लाने के बारे में। pic.twitter.com/BDa9Vakr9h
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) March 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">मेरी आज संसद में शून्यकाल नोटिस । विषय: पाकिस्तान की क़ैद में गुजरात के नानु राम कमलिया की मृत्यु ३ फ़रवरी को हुई है । उनके पार्थिव शरीर को गुजरात जल्द लाने के बारे में। pic.twitter.com/BDa9Vakr9h
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) March 22, 2022मेरी आज संसद में शून्यकाल नोटिस । विषय: पाकिस्तान की क़ैद में गुजरात के नानु राम कमलिया की मृत्यु ३ फ़रवरी को हुई है । उनके पार्थिव शरीर को गुजरात जल्द लाने के बारे में। pic.twitter.com/BDa9Vakr9h
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) March 22, 2022
સાંસદે ટ્વિટર પર શેર કરી માહિતી - કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર સંસદમાં આપેલી નોટિસનો ફોટો (Shaktisinh Gohil demands for Gujarat fisherman) શેર કર્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં 600 ભારતીય માછીમારો કેદ છે. આમાંથી એક કેદી સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના નાનુરામ કમલિયા પણ હતા. જોકે, પાકિસ્તાની જેલમાં 3 ફેબ્રુઆરીએ નાનુરામ કમલિયાનું મૃત્યુ થયું હતું. આટલા દિવસ પછી પણ તેમનો મૃતદેહ ગુજરાત નથી પહોંચ્યો. એટલે તેમણે મૃતક માછીમારના મૃતદેહને ગુજરાત લઈ આવવા માગ કરી હતી.
ગુજરાતના 600 માછીમાર પાકિસ્તાનમાં કેદ - સાંસદ શક્તિસિંહ ગોહિલે લખ્યું હતું કે, પાકિસ્તાન મરીન અવારનવાર ગુજરાતના માછીમારોને કેદી (Shaktisinh Gohil demands for Gujarat fisherman) બનાવી લે છે. આજે ગુજરાતના 600 માછીમાર પાકિસ્તાની જેલમાં કેદ છે. સાથે જ તેમણે સરકારથી અનુરોધ કર્યો હતો કે, મૃતક માછીમારનો મૃતદેહ ગુજરાત લાવવામાં આવે અને ગુજરાતના માછીમારોને પાકિસ્તાની જેલમાંથી છોડાવવામાં (Shaktisinh Gohil on Gujarat Fishermen) આવે. જેથી પાકિસ્તાન પર દબાણ બન્યું રહે.