ETV Bharat / bharat

હવે માતૃભાષામાં પણ ટેક્નોલોજી અને મેડિકલ શિક્ષણ મળશે: અમિત શાહ - ભોપાલ

મધ્યપ્રદેશના ભોપાલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે મેડિકલ અને ટેક્નોલોજી સંબંધિત હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું હતું. (Amit Shah releases textbooks in Hindi)જાણો અમિત શાહે શું કહ્યું હતુ.

હવે માતૃભાષામાં પણ ટેક્નોલોજી અને મેડિકલ શિક્ષણ મળશે: અમિત શાહ

author img

By

Published : Oct 17, 2022, 9:21 AM IST

ભોપાલ(મધ્યપ્રદેશ):દેશમાં પ્રથમ વખત મધ્યપ્રદેશમાં MBBS હિન્દીમાં ભણાવવામાં આવશે.(Amit Shah releases textbooks in Hindi) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં તેના ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું.

  • देश में पहली बार मेडिकल की पढ़ाई हिंदी में शुरू हो रही है, भोपाल (मध्य प्रदेश) में इसका शुभारंभ करते हुए… https://t.co/QgJGqYOAke

    — Amit Shah (@AmitShah) October 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

માતૃભાષામાં એન્જિનિયરિંગ: તેમણે કહ્યું હતું કે, "આ ક્ષણ દેશમાં શિક્ષણ ક્ષેત્રના પુનર્નિર્માણની ક્ષણ છે. શિવરાજ સિંહે સૌપ્રથમ હિન્દીમાં મેડિકલ શિક્ષણ શરૂ કરીને મોદીજીની ઈચ્છા પૂરી કરી છે. દેશભરમાં 8 ભાષાઓ શીખવવામાં આવે છે. UG NEET દેશની 22 ભાષાઓમાં યોજાઈ રહી છે. 10 રાજ્યો માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવે છે." ભોપાલમાં પુસ્તકોના વિમોચન બાદ શાહ ગ્વાલિયર જવા રવાના થયા હતા. મધ્યપ્રદેશની સાથે સાથે આખા દેશમાં આ શરૂઆતની ચર્ચા થઈ રહી છે. આ અવસર પર અમિત શાહે મધ્યપ્રદેશ સરકારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે મેડિકલના વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ શિક્ષણ ક્ષેત્રે નવા નિર્માણનો દિવસ છે.

ભાષા હવે મજબૂરી નથી: આ પ્રસંગે ગૃહપ્રધાને કહ્યું હતું કે, "દેશના વિદ્યાર્થીઓ જ્યારે પોતાની ભાષામાં અભ્યાસ કરશે ત્યારે જ તેઓ સાચી સેવા કરી શકશે. સાથે જ લોકોની સમસ્યાઓ પણ સમજી શકશો. 10 રાજ્યોમાં એન્જિનિયરિંગનો અભ્યાસ તેમની માતૃભાષામાં શરૂ થવાનો છે. આ અંગે કામ ચાલી રહ્યું છે. હું દેશભરના યુવાનોને આહ્વાન કરું છું કે ભાષા હવે મજબૂરી નથી. તમે તેમાંથી બહાર આવો. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં આ પ્રક્રિયા વધુ ઝડપી ગતિએ આગળ વધશે. માતૃભાષામાં અભ્યાસ અને સંશોધન થાય તો દેશ ઝડપથી પ્રગતિ કરશે. મોદીજી બ્રેઈન ડ્રેઈન થિયરી બદલી રહ્યા છે. આજે એ વાતનો આનંદ છે કે શિવરાજ સિંહે ભાષાના મામલાને ખૂબ સારી રીતે સંભાળ્યો છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.