નાશિકઃ એક મહિલા કલેક્ટર ઓફિસની બહાર ભૂખ હડતાળ પર બેઠી(HUNGER STRIKE OUTSIDE COLLECTOR OFFICE) છે. તે તેની બે વર્ષની પુત્રીને પાછી મેળવવા માટે સંઘર્ષ(MOTHERS STRUGGLE FOR A TWO YEAR DAUGHTER) કરી રહી છે. તેની બે વર્ષની બાળકીને તેના પિતા લઇને જતા રહ્યા છે. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ બળજબરી પૂર્વક છોકરીને છીનવીને તેનાથી દૂર લઇ ગયો છે. મહિલાનો આરોપ છે કે, તેને પોતાની બાળકીને છ મહિનાથી જોઇ પણ નથી.
આ પણ વાંચો - ગુજરાત 20 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચ્યું છેઃ PM મોદી
બાળકીને મેળવવા માતાની મથામણ - સુવર્ણા જગદાલે જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે, તેમના પતિ નિલેશ જગદાલેએ તેમની 2 વર્ષની પુત્રી રાહીને છ મહિનાથી છીનવી લીધી છે. પારિવારિક વિવાદને કારણે તેમના પતિએ તેમને ઘરની બહાર કાઢી મૂકી છે. બાળકીનો કબજો લેવા માટે શાહદામાં પ્રિવેન્શન ઓફ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ અરજી દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - PM Modi Gujarat Visit: "સૌથી વધુ સરકાર ચલાવનારી પાર્ટીએ ક્યારેય આદિવાસીઓ સામે ન જોયું"
માતા ઉપવાસ પર ઉતરી - 10 માર્ચ, 2022 ના રોજ, કોર્ટે અરજી સ્વીકારી અને સ્થાનિક પોલીસ અને સત્તાવાળાઓને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે બાળકી હજુ સુધી પરત મળી નથી. સુવર્ણાએ હવે કડક વલણ અપનાવ્યું છે. જ્યાં સુધી બાળકી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચેતવણી આપી છે. પોલીસે મહિલાને મળીને સાંત્વના આપી છે. મહિલાએ કહ્યું કે, મને એ પણ ખબર નથી કે બાળકી જીવિત છે કે નહીં. તેથી ભૂખ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. મહિલાએ કહ્યું, 'જ્યાં સુધી હું રાહીને નહીં મળીશ ત્યાં સુધી હું આ ઉપવાસ ચાલુ રાખીશ. આ ઉપવાસમાં મારો પરિવાર મને સાથ આપી રહ્યો છે. હું પોલીસને વિનંતી કરું છું કે રાહીને મને સોંપો.