ETV Bharat / bharat

મોટાભાગના ગ્રાહકોએ કોરોનાને કારણે વાહન ખરીદીનો નિર્ણય રાખ્યો મોકૂફ : સર્વે - covid-19 મહામારીની અસર

કોરોનાની મહામારીના કારણે 80 ટકા ગ્રાહકોને ફોર-વ્હીલર ખરીદવાનો નિર્ણય મોકૂફ રાખવાની ફરજ (corona effect vehicle purchase ) પડી હતી. 82 ટકા લોકોએ ટુ-વ્હીલર ખરીદવાની તેમનો વિચાર મુલતવી રાખ્યો છે. જો કે ટુ વ્હીલર ખરીદનારાઓની પસંદગી ઇલેક્ટ્રિક વાહનો તરફ વધી છે.

મોટાભાગના ગ્રાહકો coved-19ને કારણે વાહન ખરીદીનો નિર્ણય મોકૂફ રાખ્યો: સર્વે

author img

By

Published : Mar 28, 2022, 4:59 PM IST

નવી દિલ્હી: કોરોના મહામારીના (covid-19 epidemic) કારણે 80 ટકા ગ્રાહકોએ ફોર-વ્હીલર ખરીદવાનો નિર્ણય મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જ્યારે 82 ટકા લોકોએ ટુ વ્હીલર ખરીદવાની યોજના મોકૂફ રાખી છે. મોબિલિટી આઉટલુક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની પસંદગીમાં વધારો થયો છે. ટુ-વ્હીલર ખરીદવા ઈચ્છતા 40 ટકા ગ્રાહકોએ આ વર્ષે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જ્યારે આપણે વર્ષ 2021 સાથે સરખામણી કરીએ તો ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોની પસંદગી વધી છે (covid-19 effect vehicle parching), પરંતુ આ સંખ્યા ફોર વ્હીલર માટે મર્યાદિત છે. કારટ્રેડ ટેકની બ્રાન્ડ મોબિલિટી આઉટલુકના સર્વે(Cartrade Techs Brand Mobility Outlook Survey) અનુસાર, તેઓએ 2,56,351 લોકોને પૂછપરછ કરી હતી જેમાંથી માત્ર 33 ટકા લોકોએ ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી.

આ પણ વાંંચો: કોરોના મહામારીના કારણે લક્ઝરી બસ ઉદ્યોગો મુશ્કેેલીમાં

કોવિડની અસરથી ટુ વ્હીલર ખરીદવાનો નિર્ણય મુલતવી: આ વર્ષના અહેવાલ મુજબ, 80 ટકા ઉત્તરદાતાઓએ ફોર વ્હીલર ખરીદવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો અને 82 ટકાએ coved-19ની અસરથી ટુ વ્હીલર ખરીદવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. જો કે, 2022માં તે સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યું છે. વધુમાં જણાવે છે કે, ફોર વ્હીલર પરના 18 ટકા ઉત્તરદાતાઓ વાહન ખરીદતી વખતે વ્યક્તિગત બચત અને તરલતા પર આધાર રાખે છે. જ્યારે 2021માં ગ્રહકોની સંખ્યા માત્ર 14 ટકા હતી.

આ સર્વે: ભારતીય ઓટોમોટિવ કન્ઝ્યુમર કેનવાસ 2022 આ વર્ષે 3થી12 માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે, ટુ વ્હીલરના 40 ટકા ગ્રાહકો આ વર્ષે ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા ઇચ્છુક હતા. જ્યારે 2021માં માત્ર 37 ટકા લોકો જ તેને ખરીદવા ઇચ્છુક હતા. દરમિયાન, ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા ઇચ્છુક ગ્રાહકોની ટકાવારીમાં કોઇ ફેરફાર થયો નથી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 33 ટકા લોકોએ ફોર વ્હીલર ઈલેક્ટ્રિક વાહનો ખરીદવામાં રસ લીધો છે.

સર્વે હકારાત્મક લાગણી દર્શાવે છે: અહેવાલ મુજબ, ગ્રાહકો સમજી રહ્યા છે કે, ઈલેક્ટ્રિક વાહનો પરંપરાગત વાહનો સાથે સ્પર્ધા કરી શકે છે. જો કે, તેઓ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ વિશે સૌથી વધુ ચિંતિત હતા. કારટ્રેડ ટેકના કન્ઝ્યુમર બિઝનેસના સીઈઓ બનવારી લાલ શર્માએ જણાવ્યું હતું કે, સર્વે હકારાત્મક લાગણી દર્શાવે છે. અમે જોઈ શકીએ છીએ કે લોકો નવા વાહનો ખરીદવા માટે ઉત્સુક છે, પરંતુ એવા ઘણા પરિબળો છે, જે ગ્રાહકોના નિર્ણયોને પ્રભાવિત કરી રહ્યા છે.

આ પણ વાંંચો: કોરોના રસીકરણના બન્ને ડોઝ ક્યાં સુધી મળશે, સરકારે સાંસદમાં આપી જાણકારી

ઓનલાઈન શોપિંગ પસંદ ન કરવાનું મુખ્ય કારણ : જો કે, હવે લોકો આર્થિક સમસ્યાઓમાંથી બહાર આવી રહ્યા છે. તેમ છતાં, 26 ટકા ગ્રાહકોએ લીઝિંગ, પૂર્વ-માલિકીનું, સબસ્ક્રિપ્શન મોડલ પસંદ કર્યું. ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગોએ તેમના વેચાણમાં વધારો કરવા માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 20 ટકા લોકો જૂના વાહનો ખરીદવા તરફ સહમત હતા. ઓનલાઈન શોપિંગ તરફ વળવાના સંદર્ભમાં, એવું જાણવા મળ્યું હતું કે, 49 ટકા લોકોએ ડિજિટલ રીતે વાહન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ અન્ય 28 ટકા લોકોએ જણાવ્યું હતું કે, વાહનને સ્પર્શવાની અને અનુભવવામાં અસમર્થતા એ ઓનલાઈન શોપિંગ પસંદ ન કરવાનું મુખ્ય કારણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.