ભોપાલ: કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Coonoor helicopter crash) ઘાયલ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું (Group Captain Varun Singh) 15 ડિસેમ્બરે નિધન થયું હતું. ગુરુવારે બપોરે તેમના પાર્થિવ દેહને ભોપાલ લાવવામાં આવ્યો હતો. 17 ડિસેમ્બરે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તેઓ લગભગ એક અઠવાડિયા સુધી જીવની લડાઈ લડતા શહીદ થયા હતા. કેપ્ટનના પાર્થિવ દેહને બેંગલુરુના યેલાહંકા એરફોર્સથી વિશેષ વિમાન દ્વારા ભોપાલ લાવવામાં આવ્યો હતો. આ પહેલા એરફોર્સના અધિકારીઓએ યેલાહંકા એરફોર્સ બેઝ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
એરફોર્સ બેઝ પર ભાવુક થઈ ગયા પરિવારના સભ્યો
ભોપાલ એરપોર્ટ પર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના (Group Captain Varun Singh) મૃતદેહને જોઈને તેમના પરિવારના સભ્યો ભાવુક થઈ ગયા હતા. બેઝ પર વરુણ સિંહના પિતા અને ભાઈ પણ હાજર હતા. ગ્રુપ કેપ્ટનનો નાનો ભાઈ નેવીમાં ફરજ બજાવે છે. એર બેઝ પર આર્મી અને એરફોર્સના અધિકારીઓએ કેપ્ટનને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંથી તેમના પાર્થિવ દેહને ઇનર કોર્ટ, સન સિટી, એરપોર્ટ રોડ પર લઈ જવામાં આવશે. ઇનર કોર્ટ કોલોનીમાં પરિવારના સભ્યો તેમને શ્રદ્ધાંજલિ આપશે. મૃતદેહને ઇનર કોર્ટ બિલ્ડિંગની બાજુમાં પાર્કમાં બપોરે 3:30 થી 4:30 દરમિયાન સગા-સંબંધીઓ તેમજ અન્ય લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવા માટે રાખવામાં આવશે. સાંજે કેપ્ટન વરુણ સિંહના મૃતદેહને મિલિટરી હોસ્પિટલમાં રાખવામાં આવશે. જે બાદ 17 ડિસેમ્બર શુક્રવારે બપોરે બૈરાગઢ મિલિટરી એરિયામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
રાજ્ય અને સૈન્ય સન્માન સાથે આપવામાં આવશે વિદાય
ભારતીય વાયુસેના અધિકારી વરુણ સિંહના નિધન પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. CM કહ્યું હતું કે, ગ્રુપ કેપ્ટન શહીદ વરુણ સિંહને રાજ્ય અને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. શહીદના પરિજનોને એક કરોડ રૂપિયાનું સન્માન ફંડ આપવાની સાથે પરિવારની સંમતિ સાથે તેમની સ્મૃતિમાં પ્રતિમા ઉભી કરવા અને સ્મારક બનાવવા જેવા વિષય પર નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીએ તેમના પિતા અને પરિવારના સભ્યો સાથે પણ ફોન પર વાત કરી હતી.
શહીદ વરુણ સિંહનું MP કનેક્શન
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો પરિવાર દેવરિયા છોડીને ભોપાલમાં રહેવા લાગ્યો હતો, તેમના લગ્ન ઈન્દોરમાં થયા હતા. જોકે, વરુણનો પરિવાર તેની સાથે રહેતો હતો. એક રીતે જોઈએ તો તેમનું પૈતૃક રહેઠાણ દેવરિયા હશે, પરંતુ હવે બધું ભોપાલમાં છે. યુપીના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર કોતવાલી વિસ્તારના કન્હૌલી ગામના રહેવાસી કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ હતા. નિવૃત્ત થયા પછી, તેઓ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં તેમની પત્ની સાથે રહેવા લાગ્યા હતા. વરુણ સિંહ તેમના મોટા પુત્ર હતા, કૃષ્ણ પ્રતાપ સિંહના નાના પુત્ર તનુજ સિંહ ભારતીય નૌકાદળમાં છે. વરુણ પ્રતાપ સિંહ તમિલનાડુના વેલિંગ્ટનમાં પોસ્ટેડ હતા. તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રી પણ સાથે રહેતા હતા. વરુણના કાકા અખિલેશ પ્રતાપ સિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને તેઓ દેવરિયા જિલ્લાના રૂદ્રપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
-
Karnataka | Mortal remains of Group Captain Varun Singh, who passed away yesterday, December 15, reach Yelahanka Air Force Base in Bengaluru; IAF military officials pay tribute
— ANI (@ANI) December 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
He was the lone survivor of December 8 #TamilNaduChopperCrash in which 13 people had died. pic.twitter.com/LeNj4TjAZk
">Karnataka | Mortal remains of Group Captain Varun Singh, who passed away yesterday, December 15, reach Yelahanka Air Force Base in Bengaluru; IAF military officials pay tribute
— ANI (@ANI) December 16, 2021
He was the lone survivor of December 8 #TamilNaduChopperCrash in which 13 people had died. pic.twitter.com/LeNj4TjAZkKarnataka | Mortal remains of Group Captain Varun Singh, who passed away yesterday, December 15, reach Yelahanka Air Force Base in Bengaluru; IAF military officials pay tribute
— ANI (@ANI) December 16, 2021
He was the lone survivor of December 8 #TamilNaduChopperCrash in which 13 people had died. pic.twitter.com/LeNj4TjAZk
શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા
વરુણને 15 ઓગસ્ટ 2021ના રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ફ્લાઈંગ કંટ્રોલ સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થયા પછી પણ 10 હજાર ફૂટની ઉંચાઈથી વિમાનના સફળ લેન્ડિંગ માટે વિંગ કમાન્ડરને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વરુણ પ્રતાપ સિંહે પોતાના જીવની પરવા કર્યા વિના સંકટ સમયે અદમ્ય હિંમત બતાવી હતી. 12 ઓક્ટોબર 2020ના રોજ વરુણ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ સાથે ફ્લાઇટમાં હતો. લગભગ 10 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચતા જ એરક્રાફ્ટની ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ બગડી ગઈ હતી. આપત્તિ વખતે વરુણે ધીરજ ગુમાવી ન હતી. તેણે સંયમ દાખવ્યો અને વિમાનને વસ્તીથી દૂર લઈ જઈ તેનું સફળ લેન્ડિંગ કરાવ્યું. જેના કારણે અનેક લોકોના જીવ પણ બચી ગયા અને વિમાન પણ વિનાશમાંથી બચી ગયું હતું. તેઓ તેજસ ઉડાવી રહ્યા હતા. વરુણ ફાઈટર પ્લેન પાઈલટ હતો. તે રખપુરમાં 2007થી 2009 સુધી કામ કરતો હતો.
8 ડિસેમ્બરે કુન્નૂર પાસે આર્મીનું હેલિકોપ્ટર MI17V5 થયું હતું ક્રેશ
8 ડિસેમ્બરે કુન્નૂર પાસે આર્મીનું હેલિકોપ્ટર MI17V5 ક્રેશ થયું હતું. જેમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત કુલ 14 લોકો સવાર હતા. આ અકસ્માતમાં શૌર્ય ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા, તેમની સારવાર બેંગ્લોરની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી હતી. ઈજા થઈ ત્યારથી તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા, 15 ડિસેમ્બરે તેઓ જીવનની લડાઈ પણ હારી ગયા હતા. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: coonoor helicopter crash : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન