ન્યૂઝ ડેસ્ક : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઠગ સુકેશ ચંદ્રશેખરને (Sukesh Chandrashekhar) 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં (Money Laundering Case) કોઈ છૂટ આપવા માંગતું નથી. આ કેસમાં બોલિવૂડની ડાન્સર ગર્લ નોરા ફતેહીને સરકારી સાક્ષી તરીકે રજૂ કરવાની તૈયારી ચાલી (Nora government witnesses) રહી છે. આ (Sukesh Chandrashekhar ED) કેસમાં EDએ સુકેશ અને જેકલીનની પણ ઘણી વખત પૂછપરછ કરી છે. અત્યાર સુધી આ કેસમાં બોલિવૂડમાંથી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીના નામ જ સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, EDની (Enforcement Directorate) પૂછપરછમાં સુકેશે જેકલીન અને નોરા સિવાય આ બોલિવૂડ સ્ટાર્સના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જેકલીન ફર્નાન્ડીઝ
જ્યારે સુકેશ ચંદ્રશેખર (Conman Sukesh) સાથે જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez ED)અંગત તસવીરોએ (Sukesh Chandrashekhar and Jacqueline)ઈન્ટરનેટ પર આગ પકડી ત્યારે, બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો, અને ED પણ એલર્ટ થઈ ગઈ હતી. તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે, સુકેશે જેકલીનને ગુચી જિમ વેર, ગુચી શૂઝ, રોલેક્સ ઘડિયાળ, 15 જોડી ઈયરિંગ્સ, પાંચ બિર્કિન બેગ્સ, બ્રાન્ડેડ બંગડીઓ અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ લુઈસ વિલટનની બેગ્સ પણ ભેટમાં આપી હતી. આ સિવાય ED દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં સુકેશે જણાવ્યું હતું કે, તેણે જેકલીનના ખાતામાં 1.80 લાખ ડોલર ટ્રાન્સફર પણ કર્યા હતા.
નોરા ફતેહી
આ મામલે બોલિવૂડની આઈટમ ગર્લ નોરા ફતેહીનું બીજું (Sukesh Chandrashekhar and Nora) નામ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુકેશની પત્ની લીનાએ નોરાને ગિફ્ટમાં BMW કાર આપી હતી, જોકે નોરાએ આ વાતનો ઈન્કાર કર્યો છે. હવે નોરાને આ કેસમાં સરકારી સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે. અહીં, ED ખૂબ જ ટૂંક સમયમાં જેકલીન અને નોરાને આપવામાં આવેલી ભેટો જપ્ત કરશે.
શ્રદ્ધા કપૂર
સુકેશે પૂછપરછમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ લીધું હતું. સુકેશના નિવેદન અનુસાર, સુકેશ 2015થી શ્રદ્ધા કપૂરને ઓળખે છે. સુકેશે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી NCB દ્વારા ચલાવવામાં આવેલા ડ્રગ્સ કેસમાં તેણે શ્રદ્ધા કપૂરને મદદ કરી હતી, પરંતુ અભિનેત્રીએ સુકેશના નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
શિલ્પા શેટ્ટી
સુકેશે EDને આપેલા નિવેદનમાં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ પણ લીધું હતું. તેણે કહ્યું હતું કે, રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ મેકિંગ કેસમાં તે શિલ્પા શેટ્ટીના સંપર્કમાં હતો.
હરમન બાવેજા
સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ એક્ટર હરમન બાવેજાનું નામ પણ EDની પૂછપરછમાં ખેંચ્યું હતું. સુકેશે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તે અભિનેતા હરમન બાવેજા સાથે કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'કેપ્ટન' બનાવવાની યોજના બનાવી રહ્યો હતો, તે જ સમયે, સુકેશના આ નિવેદન પર હરમન અને કાર્તિક બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
શું છે 200 કરોડની છેતરપિંડીનો મામલો?
સુકેશ ચંદ્રશેખર નામનો ઠગ 2017થી રાજધાની દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહ્યો છે, તેણે પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની રેનબેક્સીના પૂર્વ પ્રમોટરની પત્નીને જેલમાં રહીને રૂ. 200 કરોડનો ચૂનો લગાડ્યો હતો. વાસ્તવમાં મામલો એવો હતો કે, ફાર્મા કંપનીના પૂર્વ પ્રમોટરો જેલમાં હતા, તેમને જેલમાંથી બહાર લાવવાના બદલામાં સુકેશે તેની પત્ની અદિતિ સિંહને સેક્રેટરી હોમ તરીકે ફસાવી હતી. સુકેશે ગૃહમંત્રી અમિત શાહ સુધી પોતાની પહોંચ બતાવી હતી અને પછી 200 કરોડ રૂપિયાની માંગણી કરી. અદિતિ સિંહે સુકેશની વાતોમાં આવીમને 200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
આ પણ વાંચો:
200 કરોડની વસૂલાત મામલે નોરા ફતેહીને EDનું તેડું, કરાઈ રહી છે પૂછપરછ