મોહાલીઃ મોહાલી પોલીસે આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ)ના 5 સભ્યોને 2 પિસ્તોલ અને 8 કારતૂસ સાથે ઝડપ્યા હતા. 28 જૂલાઈના રોજ પોલીસે બાતમીને આધારે ઝડપેલા નરિંદરસિંહ ઉર્ફે નિંદીની પાસે ગેરકાયદેસ પિસ્તોલ મળી આવ્યા હતા અને આરોપીઓ કોઈ મોટી ઘટનાને પાર પાડવાની યોજના કરી રહ્યા હતા.
હથિયાર સહિત ધરપકડ કરીઃ સ્વતંત્રતા દિવસ અંતર્ગત સુરક્ષા વ્યવસ્થાની તપાસ દરમિયાન મોહાલી પોલીસને આ સફળતા હાથ લાગી અને પોલીસે આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ)ના 5 સભ્યોને 2 પિસ્તોલ અને 8 કારતૂસ સાથે ઝડપ્યા હતા. સ્વતંત્રતા દિવસ સંદર્ભે મોહાલી પોલીસે ખાસ સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના આંતકવાદીઓની હથિયાર સહિત ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે કે મોહાલીમાં એક સોનીનો પીછો કરતા હતા તેમજ લુધિયાણામાં એક વેપારીને લૂંટવાની તૈયારીઓ કરી રહ્યા હતા--- ડૉ. સંદીપ ગર્ગ ( PSI, મોહાલી ફેઝ-1 પોલીસ સ્ટેશન)
આરોપીઓ પાસેથી મળ્યા હથિયારઃ આરોપીઓની ઓળખ થઈ છે જેમાં કુલવંતસિંહ ગુડ્ડુ (બીકેઆઈ ગુર્ગા), નરિંદરસિંહ ઉર્ફે નિંદી, રહેવાસી ગામઃ મનખેરી, જિલ્લોઃ રૂપનગર, અમરેન્દ્રસિંહ ઉર્ફે કેપ્ટન, રહેવાસી સેક્ટર-37,ચંદીગઢ તેમજ લવિશ કુમાર ઉર્ફે લવિ, રહેવાસી પ્રીત નગર, લુધિયાણા તેમજ અબોહરમાં જન્મેલા પરમ પ્રતાપ સિંહ જમ્મુ બસ્તીનો રહેવાસી છે.આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ અને અડધો ડઝનથી વધુ કારતૂસ મળી આવ્યા છે. પકડાયેલ આરોપી નરિંદરસિંહ ઉર્ફે નિંદી પર 8થી વધુ કેસ થયેલા છે. કુલવંતસિંહનું નામ રોપડ જિલ્લામાં બબ્બર ખાલસા ગ્રૂપનીસાથે આંતકવાદી ગતિવિધિઓમાં પણ સામેલ છે.
પોલીસની કાર્યવાહીઃ 28 જૂલાઈના રોજ પોલીસે બાતમીને આધારે ઝડપેલા નરિંદરસિંહ ઉર્ફે નિંદીની પાસે ગેરકાયદેસ પિસ્તોલ મળી આવ્યા હતા અને આરોપીઓ કોઈ મોટી ઘટનાને પાર પાડવાની યોજના કરી રહ્યા હતા. જેના પરિણામે મોહાલી ફેઝ-1 પોલીસ સ્ટેશનમાં ઈન્સપેક્ટર અભિષેક શર્મા આર્મ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી નરિંદર સિંહ ઉર્ફે નિંદીને પિસ્તોલ સહિત ઝડપ્યો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપીએ આ પિસ્તોલ યુપીના મુજારથી 10 હજાર રૂપિયામાં ખરીદી હતી. આ ઉપરાંત આરોપીએ અન્ય એક પિસ્તોલ કુલવંતસિંહ પાસેથી લીધી હતી. ત્યારબાદ પોલીસે કુલવંતસિંહની પણ ધરપકડ કહી હતી. ઘટનાસ્થળ પરથી પોલીસને એક પિસ્તોલ અને 6 કારતૂસ મળી આવ્યા હતા.
બબ્બર ખાલસા આંતકવાદી સંગઠન સાથે સંબંધઃ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, કુલવંતસિંહ બબ્બર ખાલસા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે, તેની પાસેથી મળેલ પિસ્તોલ તેણે અમરેન્દ્રસિંહ ઉર્ફે કેપ્ટન પાસેથી મેળવી હતી. તે અન્ય સાથીઓને લઈને એક મોટા વેપારીને લૂંટવાની ફિરાકમાં હતો.
લવિશ અને નરેંદ્રએ રેકી કરી: આ આરોપીઓએ એક મોટા વેપારીની રેકી કરી હતી. સ્થળ પર પોલીસે ધરપકડ કરી ત્યારે તેમણે ભાગવા માટે ધમપછાડા કર્યા હતા. તેમ છતા પોલીસે અત્યંત બહાદુરીપૂર્વક આરોપીઓની ધરપકડ કરી હતી.
ઈંદોરથી પિસ્તોલ અને કારતૂસની ખરીદી: પૂછપરછ દરમિયાન અમરેન્દ્રસિંહ ઉર્ફે કેપ્ટને વર્ષ 2021માં ઈંદોરમાંથી 55,000 રૂપિયામાં 2 પિસ્તોલ અને 9 કારતૂસ ખરીદવાની કબૂલાત કરી હતી. જેમાંથી કુલવંતસિંહને 1 પિસ્તોલ અને 2 કારતૂસ તેમજ કરનાલન રહેવાસી યાદવિંદરસિંહને 1 પિસ્તોલ અને 7 કારતૂસ આપ્યા હતા.પોલીસે ગુનામાં યાદવિંદરસિંહનું નામ પણ સામેલ કર્યું છે પણ તેની હાલપૂરતી ધરપકડ કરી નથી.