- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
- પુટૂંડુ, બોહાગ બિહુ, મહા બિશુબા અને વિશુના પ્રસંગે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
- મોદીએ દરેકના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રર્થના પણ કરી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પુટૂંડુ, બોહાગ બિહુ, મહા બિશુબા અને વિશુના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને દરેકના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રર્થના કરી હતી. મોદીએ દેશના વિવિધ રાજ્યોમાં આજથી શરૂ થતા પરંપરાગત નવા વર્ષ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, રામનાથ કોવિંદે ટ્વિટ કરી બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
હું દરેકને સારા આરોગ્ય, સુખ અને સમૃદ્ધિની ઇચ્છા કરું છું: વડાપ્રધાન
પુટૂંડુની દુનિયાભરના તમિલ લોકોને શુભેચ્છા આપતા, મોદીએ ટ્વિટ કર્યું હતું કે તમિલ સંસ્કૃતિની મહાનતા ચમકવી જોઈએ. આ શુભ પ્રસંગે, હું દરેકને સારા આરોગ્ય, સુખ અને સમૃદ્ધિની ઇચ્છા કરું છું.
હું ઈચ્છું છું કે આસામ સમૃદ્ધિની નવી ઉંચાઈને સ્પર્શે: મોદી
આસામના લોકોને બોહાગ બિહુ માટે અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, આ પ્રસંગે હું સર્વના સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ માટે પ્રાર્થના કરું છું. હું ઈચ્છું છું કે આસામ સમૃદ્ધિની નવી ઉંચાઈને સ્પર્શે.
આ પણ વાંચો : પૂર્વ સીએમ જયલલિતાની જન્મજયંતિ પર વડાપ્રધાન મોદીની આદરાંજલી
દેશના જુદા જુદા રાજ્યોમાં આ તહેવારોથી પરંપરાગત નવું વર્ષ શરૂ થાય છે
ઓડિયાનાં નવા વર્ષના મહા બિશુબા પાના સંક્રાંતિની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને આગામી વર્ષમાં દરેકની તંદુરસ્તી અને સમૃદ્ધિની સાથે તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી. કેરળમાં વિશુના ઉજવણી પ્રસંગે તેમણે દેશભરમાં ફેલાયેલા મલયાલમ ભાષી લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. તે જાણવાનું છે કે, દેશના જુદા જુદા રાજ્યોમાં આ તહેવારોથી પરંપરાગત નવું વર્ષ શરૂ થાય છે અને તે દેશની સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે.