વડોદરા: વડાપ્રધાન મોદીના હમશકલનો એક વીડિયો સોશિયમ મીડિયા પર વાયરલ થયો છે. વડાપ્રધાન મોદી જેવો ચહેરો ધરાવતા વ્યક્તિનું નામ અનિલ ઠક્કર છે. આ વ્યક્તિ પણ ગુજરાતનો છે અને વડોદરામાં પાણીપુરી વેચવાનું કામ કરે છે.
PM મોદીના હમશકલનો વીડિયો: આ વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર ધુમ મચાવી રહ્યો છે. એક વ્યક્તિએ તેમનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 7.5 મિલિયન એટલે કે 75 લાખ લોકો જોઈ ચૂક્યા છે. આ વ્યક્તિ પણ ગુજરાતનો છે અને વડોદરામાં પાણીપુરી વેચવાનું કામ કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: MS Dhoni Video : MS ધોનીનો અલગ અંદાજ, ટ્રેક્ટર ચલાવતો વીડિયો થયો વાયરલ
15 વર્ષની ઉંમરથી વેચે છે પાણીપુરી: આ વ્યક્તિની દુકાનનું નામ તુલસી પાણીપુરી છે, જે ગુજરાતના વડોદરામાં વલ્લભ વિદ્યાનગરના મોતા બજારમાં છે. વડાપ્રધાન મોદી જેવો ચહેરો ધરાવતા વ્યક્તિનું નામ અનિલ ઠક્કર છે. 15 વર્ષની ઉંમરથી પાણીપુરી વેચી રહ્યો છે. જ્યારે તેણે આ કામ શરૂ કર્યું ત્યારે તે સમયે તે 25 પૈસામાં પાણીપુરી ખવડાવતો હતો. લોકો તેમને મોદીના નામથી ઓળખે છે કારણ કે તેમનો સાઈડ ફેસ અને ગેટઅપ પીએમ જેવા દેખાય છે. તેઓ તેનો આનંદ પણ માણે છે. તે કહે છે કે મોદીજી ચાવાળા હતા અને હું પાણીપુરીવાળો છું. બહુ ફરક નથી!
અવાજ પણ 70 ટકા PM મોદી જેવો: એક વ્યક્તિએ તેમનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે એમ પણ કહ્યું કે માત્ર તેમનો દેખાવ નહિ, પરંતુ તેમનો અવાજ પણ 70 ટકા PM મોદી જેવો છે. આ વીડિયો 3 ફેબ્રુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ યુઝર 'કરણ ઠક્કર' (eatinvadodara) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Ayodhya Ram Mandir: રામ મંદિરની પ્રથમ ફ્રેમ (ચૌખાટ)ની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી
અરવિંદ કેજરીવાલના હમશકલનો વીડિયો: ઉલ્લેખનીય છે થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના હમશકલનો વીડિયો પણ વાયરલ થયો હતો. વ્યક્તિ ગ્વાલિયરમાં ચાટ વેચવાનું કામ કરતો હતો. જેને જોઈને લોકો પણ ક્ન્ફ્યુઝ થયા હતા.