વલસાડ: જિલ્લાના ઝુઝવા ગામ ખાતે વલસાડ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકના ઉમેદવારો (gujarat assembly election 2022 ) વતી ચૂંટણી પ્રચાર કરવા વલસાડ આવેલા નરેન્દ્ર મોદીનો કાફલો દમણથી વાપી થઈ વલસાડ તરફ નીકળ્યો હતો. ત્યારે, નરેન્દ્ર મોદીએ વાપીમાં 4 કલાકથી રાહ જોતા (flocked to get a glimpse of Modi in Vapi) વાપીવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.
મોદી લોકોનું અભિવાદન ઝીલ્યું: વાપીમાં ચલા રોડ પર અંદાજિત 700 મીટર ના રોડ પર મોદી લોકોનું અભિવાદન ઝીલવા કારમાં ઉભા રહી હાથ હલાવી સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ તબક્કે ઉપસ્થિત અંદાજિત 25 હજારની જનમેદનીએ મોદીને આવકાર્યા હતાં. ભજપ પાર્ટીના વિવિધ નારા લગાવી લોકોએ મોદીની ઝલક મેળવી હતી. અંદાજિત 6 મિનિટ સુધી મોદી તેના કારના કફલાને સ્લો ગતિએ આગળ ચલાવી કારમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુઁ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોદીનો કાફલો તે બાદ સીધો વલસાડ ઝુઝવા ખાતે આયોજિત રેલી તરફ રવાના થયો હતો.