નવી દિલ્હી: પંજાબ સહિત અન્ય જગ્યાઓ પર તાજેતરમાં બનેલી મોબ લિંચિંગની (Mob lynching) ઘટનાને પગલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્ર સરકાર ઉપર નિશાનો સાધતા પ્રહાર કર્યા છે કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સરકાર આવ્યા પહેલા કોઇએ 'લિંચિંગ' શબ્દ સાંભળ્યો ન હતો.
રાહુલ ગાંધીનો કટાક્ષ મોદી સરકારના આવ્યાં બાદ લિંચિંગ શબ્દ ચલણમાં
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ (Rahul Gandhi Twitter account) પર ટ્વીટ કરીને લખ્યું કે, 2014 પહેલા 'લિંચિંગ' શબ્દ સાંભળ્યો ન હતો. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આ મોબ લિંચિંગની ઘટના વિશે વિસ્તારમાં વાત કરીએ તો, રવિવારના પંજાબના કપૂરથલાના નિઝામપૂર ગામમાં લોકોના ટોળા દ્વારા ગુરુદ્વારામાં શીખ ધર્મના 'નિશાન સાહિબનું' અપમાન કરવાના આરોપમાં એક અજાણ્યા વ્યકિતને ટોળાએ ઢોર માર મારી તેની હત્યાં કરી નાખવામાં આવી છે.
મોબ લિંચિંગની વધુ એક ધટના સુવર્ણ મંદિરે થી સામે આવી હતી
આ પહેલા શનિવારે પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરમાં (Golden Temple Amritsar) ધાર્મિક ગ્રંથોના (Religious Texts) અપમાનના આરોપમાં ટોળા દ્વારા એક વ્યક્તિને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
'માનવતા મરી પરવારી' : મધ્ય પ્રદેશમાં મોબ લિંચિંગ : ભીડ દ્વારા 1 ખેડૂતની ક્રૂર રીતે હત્યા-5 ઘાટે
મોબ લિંચિંગને લઈ દેશમાં શરૂ થયેલી પત્ર રૂપી લડાઈને વખોડતા લેખક અને સાહિત્યકાર વિષ્ણુ પંડ્યા