ETV Bharat / bharat

Mission Assembly Election: UPમાં સમાજવાદી પાર્ટીએ લગાવ્યા હોર્ડિંગ્સ, 10 લાખ નોકરી અને 300 યુનિટ્સ ફ્રી ઈલેક્ટ્રિસિટીનું આપ્યું વચન - Assembly elections

ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને (Assembly Election) હજી વાર છે, પરંતુ રાજકીય ગરમાવો તેજ થઈ રહ્યો છે. જનતાની વચ્ચે પોતાની જગ્યા બનાવવા માટે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) કાર્યકર્તાઓએ હોર્ડિંગ્સ (Hoardings) લગાવ્યા છે, જેમાં રાજ્યમાં સરકાર બનવા પર લોકોને લોભામણા વચને આપવામાં આવ્યા છે.

Mission Assembly Election: UPમાં સમાજવાદી પાર્ટીએ લગાવ્યા હોર્ડિંગ્સ, 10 લાખ નોકરી અને 300 યુનિટ્સ ફ્રી ઈલેક્ટ્રિસિટીનું આપ્યું વચન

author img

By

Published : Jul 12, 2021, 12:03 PM IST

  • ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) પહેલા રાજકીય ગરમાવો આવ્યો
  • રાજકીય પાર્ટીઓમાં જોડતોડ, ગઠબંધન, નિવેદનબાજી અને પોસ્ટરવોર (Poster War) શરૂ
  • સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) વિવિધ જગ્યાએ લગાવેલા પોસ્ટરમાં અનેક મોટા વચનો આપ્યા

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) નજીક આવી રહી છે. રાજ્યની રાજનીતિમાં પણ હવે ગરમાવો આવ્યો છે. ચૂંટણીમાં હવે 8 મહિના બાકી છે, પરંતુ રાજકીય પાર્ટીઓમાં જોડતોડ, ગઠબંધન, નિવેદનબાજી અને પોસ્ટરવોર (Poster War) શરૂ થઈ ગયું છે. રાજધાની લખનઉમાં સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) કાર્યકર્તાઓ તરફથી પોસ્ટર, હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, જેમાં લોકોને પાર્ટી સાથે જોડવા અને વોટ કરવા માટે હોર્ડિંગમાં લોભામણી જાહેરાત કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) વિવિધ જગ્યાએ લગાવેલા પોસ્ટરમાં અનેક મોટા વચનો આપ્યા

આ પણ વાંચો- પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, મુખ્યપ્રધાન પછી હવે સિદ્ધુના પણ લાગ્યા પોસ્ટર્સ

અખિલેશ યાદવના હોર્ડિંગ્સમાં મોટા મોટા વચનો અપાયા

સમાજવાદી પાર્ટીના સમર્થકોએ આ હોર્ડિંગ્સ લગાવ્યા છે અને આ હોર્ડિંગ્સ સમાજવાદી પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પોસ્ટર હવે સોશિયલ મીડિયા પરથી નીકળીને રસ્તા પર આવ્યા છે. રાજધાની લખનઉમાં દરેક રસ્તા પર સમાજવાદી પાર્ટીના હોર્ડિંગ્સ ચર્ચાનો વિષય બન્યા છે. આયૂષી ઉર્ફે નેહા શ્રીવાસ્તવના સૌજન્સ સાથે લખનઉના રસ્તા પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવાથી પહેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 10 લાખ (10 lac Job) યુવાનોને રોજગાર અને રાજ્યમાં 300 યુનિટ ફ્રી વીજળી (Free electricity) કરવામાં આવશે.

આ પણ વાંચો- અમૃતસરમાં કેજરીવાલ ગો બેકના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા

ચૂંટણીમાં આપેલા વચન ભાજપ નથી નિભાવતીઃ અખિલેશ યાદવ

હોર્ડિંગમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા નેહા શ્રીવાસ્તવ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવ અને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલનો ફોટો લગાવવામાં આવ્યો છે. આ સાથે જ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન પણ છે. આ સાથે જ અખિલેશ યાદવે રાજ્યમાં વિકાસની રાજનીતિની વાત કહીને યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પર પ્રહાર કર્યા છે. આ સાથે જ તેમણે એક દિવસ પહેલા લખનઉના પાર્ટી કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરતા રાજ્ય સરકાર પર પણ હુમલો કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે, હાલની સરકાર યુવાઓના સપનાને મારવાનું કામ કરે છે. ગઈ ચૂંટણીમાં ભાજપ રાજ્યના વિકાસ માટે સંકલ્પ પત્ર લઈને આવી હતી. તે સંકલ્પ પત્રમાં આપવામાં આવેલા વચનોને આજ સુધી પૂરા નથી કરાયા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.