મુંબઈઃ ભાંડુપ પોલીસ સ્ટેશનમાં 9 વર્ષની (POCSO ACT Case in Mumbai) બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. પોક્સો એક્ટ હેઠળ 3 વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને 62 અને 65 વર્ષની વયના 2 લોકોની ધરપકડ કરવામાં (Mumbai police Rape case Investigation) આવી છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા પ્રયાસો ચાલુ છે. રિપોર્ટ્સ અનુસાર આરોપીઓ છેલ્લા 2 વર્ષથી યુવતી પર બળાત્કાર (Minor Girl Raped in Mumbai) કરતા હતા. આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ છે. ત્રીજો આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ કરવાનું ચાલું કરી દીધું છે.
આ પણ વાંચોઃ CBI અધિકારીએ ડિફેન્સ કોલોનીમાં કરી આત્મહત્યા
પોક્સો હેઠળ પગલાંઃ આ બન્ને છેલ્લા બે વર્ષથી આ 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરતા હતા. પોલીસે હવે આ મામલામાં પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. ત્રીજા આરોપીની શોધખોળચાલી રહી છે. જો આરોપીની ઉંમરને ધ્યાનમાં લઈએ તો આ ત્રણમાંથી બે આરોપીમાં એકની ઉંમર 62 અને બીજાની ઉંમર 65 વર્ષની છે. સગીરા છોકરીને એક સામાજિક સંસ્થાની મહિલા અધિકારીની નજર આ બાળકી પર પડી હતી. એ પછી તેને અનાથાશ્રમમાં દાખલ કરી દેવામાં આવી હતી.
મદદ કરીને હવસ સંતોષીઃ અનાથ આશ્રમના અધિકારીઓએ જ્યારે આ સગીરાને શાંતિથી પૂછ્યું હતું. બાળકીએ પોતાની સાથે વીતેલી દરેક ક્ષણ કહી સંભળાવી હતી. બાળકીએ કહ્યું કે, એના માતા પિતા એમનાથી જુદા થઈ ગયા છે. પિતાએ બીજા લગ્ન કરી લીધા છે. સગીરા એની માતાના કોઈ સંબંધી સાથે રહેતી હતી. બાળકીની દાદી પાસે કોઈ ઘર હતું. એ સમયે આ આરોપીએ એની મદદ કરી હતી. એને રહેવા માટે જગ્યા આપી હતી. જ્યારે એની દાદી ઘરની બહાર જતી ત્યારે આ નરાધમો હવસ સંતોષવા માટે દોડી જતા હતા. આ ઘટના વર્ષ 2020 થી 22 જૂન 2022 ની વચ્ચે બની હતી.
આ પણ વાંચોઃ વડોદરા પોલીસને કલંકિત કરનાર વડોદરા LCB પોલીસ કોન્સ્ટેબલ્સ સસ્પેન્ડ, બૂટલેગરો સાથે સાંઠગાઠનો કેસ
શોધખોળ શરૂઃ જ્યારે પીડિતાએ તેની માતાને આ માહિતી આપી હતી. માતાએ જ્યારે આ વાત જાણી ત્યારે એના પગ નીચેથી જમીન નીકળી ગઈ. આ પછી તે દીકરી પર થયેલી ક્રૂરતાની ફરિયાદ લઈને માતા પોલીસ પાસે પહોંચી હતી. પીડિતાની માતાની ફરિયાદના આધારે, ભાંડુપ પોલીસે IPCની કલમ 376, 376 (AB), 376(2)(N) અને POCSO ની કલમ 4,6,8 અને 12 હેઠળ ત્રણ લોકો સામે કેસ નોંધ્યો છે. હાલ પોલીસ ફરાર આરોપીની શોધમાં ઠેર-ઠેર દરોડા પાડી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ત્રીજો આરોપી પણ ઝડપાઈ જશે.