કન્યાકુમારી: ચૈત્ર પૂર્ણિમાના શુભ અવસર પર કન્યાકુમારીમાં લાખો લોકો ઉમટ્યા(crowd of millions on Chaitra Purnima) હતા. અહીં લોકોએ સૂર્યાસ્ત અને ચંદ્ર એક સાથે ઉગતાનો દુર્લભ નજારો(Sunset and moonrise together) જોયો. કન્યાકુમારીમાં બની રહેલા આ અનોખા નજારાને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ કન્યાકુમારી પહોંચે છે.
![અદ્ભુત નજારોઃ ચૈત્ર પૂર્ણિમાએ સૂર્યાસ્ત અને ચંદ્રોદય એક સાથે, કન્યાકુમારીમાં ઉમટી ભીડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-tvl-03-kanyakumarimoonnews-scrt-7205101_16042022194126_1604f_1650118286_802_1604newsroom_1650124745_848.jpg)
આ પણ વાંચો - રામોજી રાવની પૌત્રી બૃહતિએ પ્રભુતામાં માંડ્યા પગલા, નવદંપતિને આશિર્વાદ આપ્યા આવ્યા VIP મહેમાનો
સૂર્યાસ્ત અને ચંદ્રોદય એક સાથે - શનિવારે સાંજે 6 કલાકે સૂર્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં પીળાશ પડતો ગોળાકાર થઇને સમુદ્રમાં સમાતો દેખાયો હતો. જોકે, વાદળોને કારણે કેટલાક લોકો તેને જોઈ શક્યા ન હતા. ચંદ્ર પણ તે બિંદુથી ઉપર ઉગતા ગોળાના રૂપમાં દેખાયો. આવો નજારો જોઈને ત્યાં હાજર લોકો રોમાંચિત થઈ ગયા હતા. પૂર્વમાં બંગાળની ખાડીમાં જ્યાં સમુદ્ર અને આકાશ મળે છે ત્યાંથી અગ્નિના ગોળાના રૂપમાં ચંદ્ર ઊગ્યો ત્યારે સમુદ્ર અને આકાશ ચંદ્રના પ્રકાશથી ચમક્યા.
આ પણ વાંચો - દિલ્હીમાં હનુમાન જયંતિ પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો, પોલીસ સહિત અનેક લોકો થયાં ઇજાગ્રસ્ત
નજારો જોવા લાખોની ભીડ ઉમટી - આ દુર્લભ દૃશ્ય ત્રિવેણી સંગમમ ચેઈન પોર્ટ બીચ કન્યાકુમારી સનસેટ પોઈન્ટના લાખો પ્રવાસીઓએ જોયું. જો કે વાદળોના કારણે સૂર્યાસ્ત યોગ્ય રીતે જોવા ન મળતા લોકો નિરાશ થયા હતા. ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે કન્યાકુમારી ભગવતી અમ્માન મંદિરમાં સવારે વિશેષ અભિષેક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.