જમ્મુ અને કાશ્મીર : કાશ્મીર પોલીસે સુરક્ષા દળો સાથે મળી બારામુલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા (LeT) સાથે કથિત સંબંધ ધરાવતા એક સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આતંકી પાસેથી ગુનાહિત સામગ્રી અને શસ્ત્ર સહિતની યુદ્ધસામગ્રી જપ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર બારામુલ્લા પોલીસ અને ભારતીય આર્મીની 52 રાષ્ટ્રીય રાઇફલ દ્વારા બારામુલ્લાના બસ સ્ટેન્ડ પાસે શ્રકવારા ક્રેરી ખાતે સંયુક્ત નાકાબંધી સ્થાપના કરવામાં આવી હતી. જોકે નાકાબંધીના ચેકિંગ દરમિયાન તાત્કાલિક એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ તેનો પીછો કરતા શંકાસ્પદ વ્યક્તિએ ભાગવાનું શરૂ કર્યું હતું.
જોકે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ ઈમરાન અહમદ ગની તરીકે થઈ હતી, જે અબ્દુલ કયૂમ ગનીનો પુત્ર છે અને નોપોરા વાગુરા ક્રેરીનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન આતંકી પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, એક પિસ્તોલની મેગેઝિન, નવ પિસ્તોલ રાઉન્ડ અને સેમસંગ કંપનીનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મામલે ક્રેરી પોલીસ સ્ટેશન ખાતે UA (P) અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
ખીણમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી હુમલાઓ જોવા મળ્યા છે. જેમાં પુંછમાં આર્મીના વાહન પર હુમલો અને 5 સૈનિકોની હત્યા સહિત બનાવ સામેલ છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી અને આતંકવાદી હુમલાના પગલે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.