હૈદરાબાદઃ હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો જેમાં 1,200 લોકોની હત્યા કરી અને 240થી વધુ લોકોને બંધક બનાવી લીધા. ગાઝામાં 100થી વધુ બંધક હજૂ પણ છે. ઈઝરાયલે વળતો હુમલો કર્યો જેમાં 22,000 પેલેસ્ટાઈન નાગરિકોના મૃત્યુ થયા છે. ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્સના સીનિયર કમાન્ડર્સમાંથી એક સૈયદ રજી મૌસવીની 25 ડિસેમ્બર 2023ના રોજ હત્યા કરી દેવાઈ.
2જાન્યુઆરી 2024ના રોજ બૈરુતમાં એક ડ્રોન હુમલામાં હમાસના ઉપનેતા અલ-અરૌરી અને બીજા 6 લોકોનું મૃત્યુ થયું હતું. 3 જાન્યુઆરી 2024ના રોજ ઈરાનમાં કાસિમ સુલેમાનીની કબર પર બે વિસ્ફોટ કરવામાં આવ્યા જેમાં લગભગ 100 લોકો માર્યા ગયા. આ કાસિમ સૈન્ય કમાંડર હતો જેનું ઈરાનમાં 2019માં ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હતું. 4 જાન્યુઆરી 2024ના રોજ અમેરિકા દ્વારા બગદાદમાં ડ્રોન હુમલા શરુ કર્યા બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. આ હુમલામાં ઈરાન સમર્થિત મલેશિયા નેતા મુશ્તાક તાબેલ અલ સૈદીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાઓ સિવાય 31 ડિસેમ્બર 2023ના રોજ એક માલવાહક જહાજના સંકટ કોલના જવાબમાં અમેરિકા નૌસેનાની 3 હૌથી બોટ્સને ડુબાડી દીધી. જેમાં બોટમાં હાજર ચાલક ઉપરાંત દરેક કર્મચારીઓના મૃત્યુ થયા હતા. 4 જાન્યુઆરી 2024 સુધી સાઉથ રેડ દરિયામાં અને એડનની ખાડીમાંથી પસાર થતા કોમર્શિલય જહાજોના વિરોધમાં 25 હુમલા કરવામાં આવ્યા હતા. વોશિંગ્ટનના નેતૃત્વમાં એક ડઝનથી વધુ દેશોને હૌથી આતંકવાદીઓ વિરુદ્ધ જળ પરિવહન પર હુમલા કર્યા. સાઉથ રેડ સીનો સમુદ્રી માર્ગ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે.
ડિફેન્સ મિનિસ્ટર યોવ ગૈલંટે નેસેટ ફોરેન અફેર્સ અને ડિફેન્સ કમિટિએ જણાવ્યું કે ઈઝરાયલને ગાઝા, લેબનોન, સીરિયા, યહુદિયા અને સામરિયા, ઈરાક, યમન અને ઈરાન સહિત અનેક મોરચે નિશાન બનાવાયા હતા. ઉત્તરથી લેબનાની હિબ્બુલ્લાહ, દક્ષિણમાં હમાસ, યમનમાં હૌથી સૂમહ, ઈરાકમાં હશદ અલ શાબી અને ઈરાન દ્વારા ફંડિગને લીધે સીરિયાઈ સમૂહ યુદ્ધને ઈઝરાયલ સરહદ સુધી લઈને આવ્યા.
આ પૃષ્ઠભૂમિ સંદર્ભે મીડિયાના અનુસાર ઈઝરાયલે અલ અક્સા ફ્લડ ઓપરેશનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને શોધીને ખતમ કરવા માટે નવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી. જેને હમાસના મહત્વપૂર્ણ વ્યક્તિઓ મોહમ્મદ દીફ, યાહ્યા સિનવાર, ઈસ્માઈલ હનિયેહ, મૌસા અબૂ મરજૌક અને હિજબુલ્લાહના શિયા મૌલવી પ્રમુખ હસન નરસલ્લાહને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે તેમની ખેર નથી.
ઈઝરાયલે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના રિઝોલ્યૂશન 1701(2006)ના નિર્ણય છતા, જેને ઈઝરાયલ લેબનોન યુદ્ધને સમાપ્ત કર્યુ તે અલ લિતાની નદીના દક્ષિણમાં લેબનોનમાં હિજબુલ્લાહની સૈન્ય ગતિવિધિઓને સહન નહીં કરે. તેમ છતાં ઈઝરાયલ અત્યારે ઈરાન સાથે કોઈ નવો સંઘર્ષ શરુ કરવાનું જોખલ લેવા માંગતું નથી. તેના હુમલા અલ અક્સા ફ્લડ ઓપરેશનમાં સામેલ લોકોને ખતમ કરવાની નીતિનો એક ભાગ હોવાનું જણાઈ રહ્યું છે.
આવા સ્ટ્રેટેજી વાતાવરણમાં મૌસવીની હત્યા અને બોમ્બ વિસ્ફોટો સંદર્ભે વિશેષજ્ઞોનું માનવું છે કે ઈરાન સીધી રીતે યુદ્ધમાં સામેલ થવા માંગતું નથી અને છદ્મ યુદ્ધને લાંબુ ખેંચવાનું વધુ પસંદ કરશે. જેમાં પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથો સામેલ છે. આ છદ્મ યુદ્ધમાં ઈરાક, લેબનોન, યમન અને સીરિયા સામેલ છે.
તેહરાન સમર્થક આ સમૂહ યુદ્ધ સિવાય પણ ઈઝરાયલના હિત વિરોધી હુમલા વધી શકે છે. હિજબુલ્લાહ ઈઝરાયલ વિરુદ્ધ સંપૂર્ણ યુદ્ધની જાહેરાત કરે તે સંભાવના નથી, પરંતુ સંભવતઃ તે ઉત્તરી ઈઝરાયલ પર પોતાના સતત હુમલાની તિવ્રતા વધારી શકે છે. લેબનોન સાથે ઈઝરાયલ સરહદે વળતો હુમલો કરવાને બદલે હિઝબુલ્લાહ રાજકીય મિશનો અને યહુદી ડાયસ્પોરા પર હુમલો કરવા ઈઝરાયલને નિશાન બનાવી શકે છે. ઈરાનને જમીન પર ઈઝરાયલ પર હુમલો કરવા માટે ધન, હથિયાર અને પ્રશિક્ષણ પ્રદાન ક રવા હમાસને સંઘર્ષમાં ઉતાર્યુ અને રેડ સી(લાલ સમુદ્ર)માં અવરોધ પેદા કરવા માટે કોશિશ કરવા માટે હૌથિયોને સુસજ્જિત કર્યા.
આ પ્રક્રિયાને સતત રાખવા હોર્મુઝ જલડમરુ મધ્યને બંધ કરવા માટે પ્રમુખ તેલ શિપિંગ લેનને પણ ખતરો હશે. જેનાથી તેલ વેપાર બંધ થઈ જશે. જેની સીધી અસર તેલની કિંમતો પર પડશે. જો કે અમેરિકા સંપૂર્ણ યુદ્ધ નથી ઈચ્છતું, પણ હાલનો સંઘર્ષ ખતરનાક સ્થિતિ પેદા કરી શકે છે. જો રેડ સી(લાલ સમુદ્ર)માં અમેરિકા અને તેના સાથીદારો જહાજ વિરુદ્ધ થતી ઈરાન પ્રોક્સી દ્વારા મોટા પાયે ખતરનાક હુમલાને લીધે સ્થિતિ બગડી શકે છે. આ કિસ્સામાં એક મજબૂત સૈન્ય કાર્યવાહીની માંગ ઊભી થઈ છે. સાથે અમેરિકન નેવી અને ઈરાની વિધ્વંસકની ઉપસ્થિતિમાં હરિફ નેવીને અશાંત જલ વિસ્તારમાં ખોટા અનુમાનની સંભાવના વધારી દીધી છે. આ વચ્ચે 6 વર્ષની શાંત અવધિ બાદ મનમાની પરિસ્થિતિને પરિણામે કોમર્શિયલ જહાજોના અપહરણને ફરીથી શરુ કરી દેવામાં આવ્યું અને એડન ખાડી અને અરબ સાગર ક્ષેત્રની પાસે સંદિગ્ધ સમુદ્રી ચાંચિયા દ્વારા અપહરણનો પ્રયત્ન કરવામાં આવ્યો. તાજેતરમાં ભારતીય નૌસેનાના સોમાલિયા કિનારા પર ઊભેલા એક જહાર એમવી લીલા નોરફોકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં 15 ભારતીયો સહિત 21 ચાલક દળના કર્મચારીઓને બચાવી લેવાયા.
આ દરમિયાન અમેરિકા હિજબુલ્લાહ પર સંઘર્ષ આગળ ન વધારવા પર દબાણ કરવાના પ્રય્તનમાં લેબનોન સાથે રાજકીય ઘનિષ્ઠતા વધારવાની યોજના બનાવી રહ્યું છે. તેથી પ્રાદેશિક યુદ્ધની સંભાવના ઘટી જાય છે પરંતુ પહેલાની સરખામણીમાં આ સંભાવના વધી જાય છે. સેવાનિવૃત્ત એડમિરલ જેમ્સ સ્ટાવરિડિસ અનુસાર મધ્ય પૂર્વમાં પ્રાદેશિક યુદ્ધની સંભાવના 15 ટકાથી વધીને 30 ટકા થઈ ગઈ છે. પ્રાદેશિક યુદ્ધ ઉચ્ચ સ્તરે વૈશ્વિક આર્થિક, સૈન્ય અને રાજકીય પ્રભાવ પર અસર કરશે. અમેરિકા અને તેના સહયોગીયો સાથે સાથે ભારત કે જેને રશિયા અને ઈરાન બંને સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ છે તેની પાસે પ્રાદેશિક અવ્યવસ્થા અને વાસ્તવિક કારણોને સંબોધિત કરીને વિસ્ફોટક વાતાવરણથી બચવાના યોગ્ય કારણો છે.