મુંબઈ: સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતા ધારાવી વિસ્તારના કમલા નગરમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ અને નગરપાલિકાના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ધારાવી સ્લમ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ સ્થળે મોટી સંખ્યામાં ઝૂંપડાઓ છે.
વહેલી સવારે લાગી આગ: આ ઝૂંપડપટ્ટીમાં એક લાખ લોકો રહે છે. કમલા નગર ધારાવીમાં એક ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને તે ખૂબ જ ગીચ છે. અહીં સવારે 4.20 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ થોડી જ વારમાં ખૂબ ફેલાઈ ગઈ હતી. વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. કમલા નગરના રહેવાસીઓએ આગ અંગે મુંબઈ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે: ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાંકડા રસ્તાઓ હોવાના કારણે ફાયર એન્જિનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઝૂંપડા એકબીજાને અડીને હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ લેવલ 3 વધુ તીવ્ર બની રહી હોવાના અહેવાલ બાદ અન્ય ફાયર સ્ટેશનોના ફાયર એન્જિનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. થોડી જ ક્ષણોમાં ફાયરની 12 ગાડીઓ અને 8 વોટર ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો Another brutal murder in Assam: આસામમાં વધુ એક ઘાતકી હત્યા, હત્યારો ઝડપાયો
આગ લાગવાનું કારણ અકબંધ: દરમિયાન ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે. 2013થી 2018ના સમયગાળામાં પાલિકાના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગને ઈમારતો, મકાનો, દીવાલો, દરિયા, નાળા, નદી, કૂવા, ખાડી, ખાણ, મેનહોલના ભાગોમાં આગ લાગવા અને પડવા જેવા અકસ્માતોના 49 હજાર 179 અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો Policeman Suicide : આત્મહત્યાની ચિંતા, ADGPએ ડિપ્રેશનમાં રહેતા પોલીસ કર્મીઓનું માંગ્યું લિસ્ટ
દુર્ઘટનાઓમાં વધારો: આ સમયગાળા દરમિયાન 987 લોકોના મોત થયા છે અને 3066 લોકો ઘાયલ થયા છે. 1 જાન્યુઆરી 2019 થી ડિસેમ્બર 2019 સુધીમાં કુલ 13150 અકસ્માતો થયા છે. આમાં 179 લોકોના મોત થયા હતા, જેમાં 132 પુરુષો અને 47 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 722 લોકો ઘાયલ થયા છે. 2013થી 2019 સુધીના 6 વર્ષના ગાળામાં વિવિધ અકસ્માતોમાં 1166 નાગરિકોના મોત થયા છે.