સોલાપુર: મહારાષ્ટ્રના સોલાપુરના અક્કલકોટ રોડ MIDC ખાતે આવેલી સોલાપુર ગુજરાત રબર ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ આગમાં કરોડો રૂપિયાનું રબર બળીને રાખ થઈ ગયું છે. ગુજરાત રબર ફેક્ટરી ટુ વ્હીલર અને ફોર વ્હીલર કંપનીઓના ટાયર માટે રબરની નિકાસ કરતી હતી. અક્કલકોટ રોડ MIDCમાં લાગેલી આગ લગભગ 5 કિલોમીટર સુધી દેખાઈ રહી હતી.
આ પણ વાંચો: Ishika sharma murder case: યુટ્યુબર ઈશિકા શર્મા કેસમાં થયો મોટો ખુલાસો, એકતરફી પ્રેમમાં થઈ હત્યા
આગ લાગવાનું કારણ અક્કબંઘ: રાત્રે 1:30 વાગ્યાની આસપાસ લાગેલી આગ સવારે 6:30 વાગ્યા સુધી ધૂંધળી રહી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. સોલાપુર મ્યુનિસિપાલિટી, MIDC, NTPC, અક્કલકોટ સિટી, બાર્શીથી 50 ફાયર એન્જિન બોલાવવા છતાં પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આ આગના કારણે નજીકની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી.
કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ: ઉપલબ્ધ સામગ્રીને સ્થાનાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર કેદાર અવટેએ જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા માટે 25 લોકોની ટીમ સક્રિય કરવામાં આવી છે. સોલાપુર શહેર પોલીસ દળ ત્યાં કેમ્પ કરી રહ્યું છે, આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રાથમિક માહિતી મુજબ કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે.
આ પણ વાંચો: jharkhand Palamu Violence : પલામુમાં હિંસા, DSP સહિત 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત, ઈન્ટરનેટ સેવા બંધ
મૂળ ગુજરાત રાજ્યની કંપની: આંતરરાષ્ટ્રીય કંપની ગુજરાત રબર ફેક્ટરીમાં સેંકડો કર્મચારીઓ કામ કરે છે. આ કંપની મૂળ ગુજરાત રાજ્યની છે, તેના એકમો દેશભરમાં ઘણી જગ્યાએ કાર્યરત છે. ગુજરાત રબર ફેક્ટરી આંતરરાષ્ટ્રીય ટુ વ્હીલર અને ફોર વ્હીલર કંપનીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા ટાયર રબરની નિકાસ કરે છે.