- વેક્સિન લીધા વગર જ બની ગયુ સર્ટિફિકેટ
- ઉત્તર પ્રદેશના બદાયૂંની વિચિત્ર ઘટના
- કોરોના વેક્સિનેશનથી વંચિત રહેતા કરી ફરિયાદ
બદાયૂં: સરકાર ટિકા મહોત્સવની ઉજવણી કરી રહી છે, ત્યારે હવે આ વેક્સિનેશન અભિયાન ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. બદાયૂંમાં એક એડવોકેટને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા વિના જ મોબાઇલ પર વેક્સિનેશન થઈ ગયું હોવાનો મેસેજ મળ્યો હતો. જ્યારબાદ તેમને વેક્સિનેશન અંગેનું પ્રમાણપત્ર પણ મળી ગયું હતું.
શું છે આખો મામલો?
આ ઘટના સામાજિક કાર્યકર્તા અને વરિષ્ઠ એડવોકેટ હરી પ્રતાપસિંહ રાઠોડ સાથે બની હતી. તેમણો દાવો કર્યો છે કે, તેમણે હજી સુધી કોવિડ વેક્સિન લીધી નથી. જો કે, તેમણે કોવિડ વેક્સિનેશન માટે ઓનલાઇન અરજી કરી હતી. આ પછી તેમને વેક્સિનેશન માટે તારીખ અને સમય ફાળવવામાં આવ્યો હતો. પરંતુ જરૂરી કામને લીધે તે દિવસે તેઓ વેક્સિન લેવા માટે હોસ્પિટલમાં જઈ શક્યા ન હતા. બીજા જ દિવસે તેના મોબાઇલ પર એક સંદેશ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, તમે કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.
ટ્વીટ દ્વારા સરકારી વિભાગોમાં આ બાબતે ફરિયાદ
તેમને મળેલા મેસેજમાં એક વેબસાઇટની લિંક પણ આપવામાં આવી હતી. જેના પરથી વેક્સિનેશનનું પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું. તેમણે ટ્વીટ દ્વારા તમામ સરકારી વિભાગોને આ ઘટનાની ફરિયાદ કરી હતી. હરિ પ્રતાપસિંહ રાઠોડના કહેવા મુજબ, ડોક્ટરે તેમને ફોન કરીને કહ્યું હતું કે, તેઓ આ કેસની તપાસ કરવા સક્ષમ નથી. વકીલનું કહેવું છે કે, આ ઘટનાને કારણે તેઓ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી શક્યા નથી.