ETV Bharat / bharat

Mehul Choksi News: ઈન્ટરપોલે મેહુલ ચોક્સીનું નામ રેડ નોટિસની યાદીમાંથી હટાવાયું - red notice list

PNBમાં રૂપિયા 13,000 કરોડના કૌભાંડમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ઇન્ટરપોલ તરફથી મોટી રાહત મળી છે. મેહુલ ચોક્સીનું નામ ઇન્ટરપોલની 'રેડ નોટિસ' લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

Mehul Choksi News: ઈન્ટરપોલે મેહુલ ચોક્સીનું નામ રેડ નોટિસની યાદીમાંથી હટાવાયું

author img

By

Published : Mar 21, 2023, 9:03 AM IST

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 13,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની 'રેડ નોટિસ'માંથી હટાવી દેવામાં આવ્યું છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચોક્સીએ ફ્રાન્સના લિયોન શહેરમાં ઇન્ટરપોલ હેડક્વાર્ટરમાં દાખલ કરેલી અરજીના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ ઘટનાક્રમ પર મૌન સેવ્યું છે.

આ પણ વાંચો: Khalistan News: સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાન સમર્થકોના હુમલા પર અમેરિકાએ આપ્યું આ મોટું નિવેદન

રાજકીય ષડયંત્રનું પરિણામ: 'રેડ નોટિસ', 195-સદસ્યની રાષ્ટ્ર-રાજ્ય સંસ્થા ઇન્ટરપોલ દ્વારા વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓને પ્રત્યાર્પણ, શરણાગતિ અથવા સમાન કાનૂની કાર્યવાહી માટે આરોપી વ્યક્તિને શોધવા અને અટકાયત કરવા માટે જારી કરાયેલ 'ચેતવણી'. ઇન્ટરપોલે વર્ષ 2018માં ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. તે ભારતમાંથી ફરાર થયાના લગભગ 10 મહિના બાદ આ નોટિસ જારી કરવામાં આવી હતી. તે જ વર્ષે, ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોક્સીએ તેમની સામે રેડ નોટિસ જારી કરવા માટેની CBIની અરજીને પડકારી હતી અને આ કેસને રાજકીય ષડયંત્રનું પરિણામ ગણાવ્યું હતું. તેની અરજીમાં ચોક્સીએ ભારતમાં જેલની સ્થિતિ, તેની અંગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: Keral news : સર્જરી બાદ આઈસીયુમાં દાખલ મહિલા દર્દીનું જાતીય શોષણ, હોસ્પિટલ કર્મચારીની ધરપકડ

કેટલા કરોડ રૂપિયાનું કૌભાંડ: હકીકતમાં, બે વર્ષ પહેલા મે મહિનામાં ચોક્સી તેના એન્ટિગુઆના ઘરેથી શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થઈ ગયો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે, ચોક્સી ડોમિનિકા ભાગી ગયો હતો, પરંતુ બાદમાં ચોક્સી આગળ આવ્યો અને કહ્યું કે, તેનું RAW દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં પંજાબ નેશનલ બેંકમાં 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જે બાદ સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી પરંતુ તે પહેલા મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયો હતો.

શું છે રેડ કોર્નર નોટિસઃ વાસ્તવમાં, જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવે છે અને તે દેશ છોડીને જાય છે, તો તે વ્યક્તિને શોધવા માટે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે. રેડ નોટિસ જારી કરવાનો અર્થ એવો નથી કે સંબંધિત વ્યક્તિ દોષિત છે. આ નોટિસ દ્વારા પકડાયેલ વ્યક્તિને તે દેશમાં પરત મોકલવામાં આવે છે, જ્યાં તેણે ગુનો કર્યો હોય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.