- 62 વર્ષીય ભાગેડુ મેહુલ ચોકસી ભારતમાં વોન્ટેડ
- પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ.13,500 કરોડની છેતરપિંડી
- ભારતીય ભાઈઓના હાથે મેં પીડાદાયક અનુભવ કર્યો તે કડવો હતો
નવી દિલ્હીઃ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું હતું કે, "મને ફરી એકવાર બળજબરીથી અપહરણ કરીને ગુયાના લઈ જવામાં આવી શકે છે, જ્યાં ઘણા ભારતીયો રહે છે." અહીં મને ગેરકાયદેસર રીતે દેશનિકાલ કરી શકે છે.' તેણે આરોપ લગાવ્યો કે, 'હું હાલમાં એન્ટિગુઆમાં મારા ઘરની સીમમાં કેદ છું. મારી ખરાબ તબિયત મને બીજે ક્યાંય જવા દેતી નથી. મારા ભારતીય ભાઈઓના હાથે મેં જે પીડાદાયક અનુભવ કર્યો તે કડવો હતો. છેલ્લા કેટલાક મહિનાઓના ડર અને અનુભવોથી ચોંકી ગયો છુ. મારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ છે અને જેના માટે હું મદદ માંગું છું. મારા ડૉક્ટરોની ભલામણો છતાં હું મારા ઘરની બહાર નીકળી શકતો નથી અને હવે હું કોઈપણ કિંમતે લાઈમલાઈટથી બચવા માંગુ છું. મારી ખરાબ તબિયત મને જવા દેતી નથી અને કંઈ પણ કરી શકતી નથી.
આ પણ વાંચો: પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી
મેહુલ ચોકસીએ આરોપ લગાવ્યો
મેહુલ ચોકસીએ આરોપ લગાવ્યો કે, 'મારા વકીલો એન્ટિગુઆ અને ડોમિનિકા બંનેમાં કેસ લડી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે, હું જીતીશ કારણ કે હું એન્ટિગુઆનો નાગરિક છું. "મારું અપહરણ કરીને મારી મરજી વિરુદ્ધ અલગ દેશમાં લઈ જવામાં આવ્યો હતો." "તે રેકોર્ડની બાબત છે કે, કેટલીક સરકારો મારી હાજરી સુનિશ્ચિત કરવા માટે ઘણી હદ સુધી જવા તૈયાર છે, પરંતુ હું કોમનવેલ્થ દેશોની કાયદાકીય વ્યવસ્થામાં દૃઢ વિશ્વાસ રાખું છું અને મને ખાતરી છે કે, અંતે ન્યાયનો વિજય થશે."
ડોમિનિકા હાઈકોર્ટે તેને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા
ઉલ્લેખનીય છે કે, ચોક્સી આ વર્ષે 23 મેની રાત્રે એન્ટિગુઆથી જમવા માટે બહાર ગયા બાદ ગુમ થયો હતો અને ટૂંક સમયમાં જ ડોમિનિકામાં પકડાયો હતો. ભારતમાં પ્રત્યાર્પણ ટાળવાના સંભવિત પ્રયાસમાં તે એન્ટીગુઆ અને બાર્બુડામાંથી કથિત રૂપે ભાગી ગયા પછી ડોમિનિકામાં પોલીસ દ્વારા તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બાદમાં 12 જુલાઈના રોજ ડોમિનિકા હાઈકોર્ટે તેને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા હતા. 62 વર્ષીય ભાગેડુ મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડી મામલે ભારતમાં વોન્ટેડ છે.
આ પણ વાંચો: બિલકુલ બકવાસ, મેહુલ ચોક્સીના અપહરણમાં અમારો કોઇ ભાગ નથીઃ ડોમિનિકા PM Roosevelt Skerrit