ETV Bharat / bharat

Mehbooba Mufti : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનો માર્ગ અકસ્માતમાં થયો આબાદ બચાવ - મહેબૂબા મુફ્તી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની કારને ગુરુવારે અનંતનાગ જતી વખતે અકસ્માત નડ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 6:18 PM IST

અનંતનાગ : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીની કાર ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જતા સમયે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં પૂર્વ સીએમનો આબાદ બચાવ થયો હતો. પૂર્વ સીએમની કાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જતા સમયે સંગમ બિજબેહારા વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે મહેબૂબા મુફ્તીની કાર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર સંગમ વિસ્તારમાં એક ટ્રક સાથે અથડાઈ અને રોડ કિનારે અથડાઈ હતી.

  • PDP chief Mehbooba Mufti’s car met with an accident en route to Anantnag in J&K today. The former CM & her security officers escaped unhurt without any serious injuries: PDP Media Cell pic.twitter.com/k8R6VUTA3B

    — ANI (@ANI) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કારમાં સવાર હતા : મહેબૂબા મુફ્તી આગના પીડિતોને મળવા ખાનબલ જઈ રહી હતી, ત્યારે આ દુર્ઘટના થઈ હતી, જોકે આ દુર્ઘટનામાં તેમને કોઈ ઈજા થઈ નથી. એક અધિકારીએ જણાવ્યું કે, તેમના અંગતોને આ ઘટનામાં ઈજા થઈ હતી. સુરક્ષા માટે તૈનાત એક પોલીસ અધિકારી અને ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી.

  • Ms Mufti’s car met with a terrible accident enroute Anantnag today . Thanks to the grace of god she & her security officers escaped unhurt without any serious injuries.

    — Iltija Mufti (@IltijaMufti_) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુફ્તીએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો : આ અકસ્માત પછી, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ X પર પોસ્ટ કર્યું કે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીની કાર આજે અનંતનાગના માર્ગ પર એક ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. ભગવાનની કૃપાથી તે અને તેના સુરક્ષા અધિકારીઓ કોઈ ગંભીર ઈજા વિના સલામત રીતે બચી ગયા છે. જે પછી પીડીપી પ્રમુખ પોતાની નિર્ધારિત મુલાકાત પર આગળ વધ્યા.

  1. Earthquake: દિલ્હી એનસીઆર સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  2. Nawab Malik News: સુપ્રીમ કોર્ટે નવાબ મલિકના વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.