ETV Bharat / bharat

લાહોરની લાડીને શ્રીનગરનો વર, મળો રિયલલાઇફના વીર ઝારાને

વીર ઝારા ફિલ્મના પાત્રો કાલ્પનિક હતા, પણ એટલા અસરકારક હતા આજે પણ લોકોના મનમાં તેમની યાદ છે. ખાસ તો ફિલ્મની કથાને કારણે આ પાત્રો યાદગાર બન્યા છે, પરંતુ ઘણી વાર કલ્પના કરતાં વાસ્તવિકતા વધારે ચોંકવાનારી હોય છે એ રીતે ખરેખર આવી એક ઘટના કાશ્મીરમાં બની પણ છે.

વીર ઝારા
વીર ઝારા
author img

By

Published : Apr 12, 2021, 7:10 PM IST

  • શ્રીનગર શહેરના રહેવાસી હમઝા ફારૂક અને લાહોરની મેહનૂરના લગ્ન 2014માં થઈ હતી
  • નૂરી વિઝા પર પતિ સાથે શ્રીનગરમાં રહેતાં હતાં
  • પોતાના વિઝાને લંબાવવવા દર વર્ષે ત્રણ મહિના માટે પાકિસ્તાન જતાં હતાં

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેરના રહેવાસી હમઝા ફારૂક અને લાહોરની મેહનૂરની શાદી 2014માં થઈ હતી. જો કે, લગ્ન થયા બાદ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે મેહનૂરે 8 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. આ વર્ષો દરમિયાન તેમને નૂરી વિઝા પર પતિ સાથે શ્રીનગરમાં રહેતાં હતાં. દર વર્ષે ત્રણ મહિના માટે પાકિસ્તાન જતાં, જેથી પોતાના વિઝાને લંબાવી શકાય.

નૂરી વિઝા એવા વિઝા છે જે પાકિસ્તાનની બહાર અન્ય દેશમાં લગ્ન કરી હોય તેવી નારીઓને આપવામાં આવે છે

ગયા વર્ષે બીજી માર્ચના રોજ મેહનૂર રાબેતા મુજબ પાકિસ્તાન જવા રવાના થયા હતા, પરંતુ આ વખતે મુશ્કેલી આવી હતી, કેમ કે કોરોના રોગચાળાને કારણે પ્રતિબંધો લાગી ગયા હતા. તેમના માટે ભારત પરત આવવું મુશ્કેલ બની ગયું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ બન્યા હતા તે પણ કારણ ખરું.

ફિલ્મ વીર ઝારા જેવી હમઝા અને મેહનૂરની પ્રેમ કહાની

આ પણ વાંચો - 105 વર્ષની અમ્માએ આપી ચોથા ધોરણની પરીક્ષા, વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત

એક કરતાં વધુ વર્ષ બાદ મારા ભાઈ ભાભી ભેગા થયા છે અને ખુશ - હમઝા ફારૂક

હમઝા ફારૂકના નાની બહેન સાદિયા ફારૂકે ETV BHARAT સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "મારા ભાઈ અને ભાભી એક વર્ષ બાદ આ વખતે માર્ચમાં દુબઈમાં મળ્યા હતા. મારી ભાભીએ પ્રથમ તુર્કી જવું પડ્યું હતું, કેમ કે દુબઈમાં પણ પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓ પર કોરોનાને કારણે પ્રતિબંધો છે. આજે એક કરતાં વધુ વર્ષ બાદ મારા ભાઈ ભાભી ભેગા થયા છે અને ખુશ છે."

અમારો પરિવાર વેરવિખેર થઈ ગયો છે - સાદિયા

"અમારો પરિવાર વેરવિખેર થઈ ગયો છે," એમ સાદિયા કહે છે. "કેટલાક દુબઈમાં છે, કેટલાક પાકિસ્તાનમાં છે, કેટલાક અહીં અને બીજા અન્યત્ર છે. અમે ભારત તથા પાકિસ્તાન બન્ને સરકારોને અરજી કરી હતી, પણ અમને કોઈ જવાબ મળ્યો નથી. મારી ભાભી ઘરથી લાંબો સમય દૂર રહીને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. એથી અમે નક્કી કર્યું કે, ભાઈ દુબઈ જશે અને તેમને મળશે."

આ પણ વાંચો - પોઝિટિવ અમદાવાદ: કોરોનામુક્ત થયા બાદ મહિલાએ ક્વોરેન્ટાઈન લોકો માટે શરૂ કરી ટિફિન સેવા

આ રીતે હવે હમઝા અને મેહનૂરના પડોશીઓ અને સગાઓ પણ હવે આ જોડીને વીર ઝારાના નામથી ઓળખવા લાગ્યા છે

દુબઈથી ETV BHARAT સાથે ફોન પર વાતચીત કરતાં હમઝા ફારૂકે જણાવ્યું હતું કે, "એક વર્ષ બાદ બેગમને મળવાનું થયું તેનું વર્ણન હું શબ્દોમાં કરી શકું તેમ નથી. મને એવી આશા હતી કે, એપ્રિલ મહિનાથી બન્ને દેશો વચ્ચે પ્રવાસ પર પ્રતિબંધ છે તે હટી જશે, પરંતુ નવેસરથી કોરોના કેસમાં ઉછાળો આવ્યો તે બાદ મારી આશા પડી ભાંગી." તેમને વધુમાં જણાવ્યું કે, નૂરી વિઝા પર બીજા રાજ્યોમાં જવા માટે વિઝા આપવામાં આવી રહ્યા છે, પરંતુ કાશ્મીરમાં કોઈએ આ વિઝા પર આવવું હોય તો તેની મંજૂરી મળતી નથી. મારી બેગમને ઘર વિના જરાય ગમતું નથી.

આ પણ વાંચો - નોર્થ કોરીયાના સરમુખત્યાર કીમ જોંગના ગુરુ ગુજરાતમાં આવી કરી રહ્યા છે તપસ્યા

મારી માસીના લગ્ન પાકિસ્તાનમાં થયા છે - સાદિયા

સાદિયા કહે છે, 'મારી ભાભી મારી માસીની જ દીકરી છે. મારી માસીના લગ્ન પાકિસ્તાનમાં થયા છે. અમે 2014માં પાકિસ્તાન ગયા હતા ત્યારે પરિવારના સભ્યોએ નક્કી કર્યું હતું કે હમઝા અને મેહનૂરની શાદી કરાવવી. બન્ને રાજી થયા તે પછી શાદી કરવામાં આવી હતી."

કોરોના ત્રાટક્યો અને બધું બરબાદ થઈ ગયું હતું

સાદિયાએ વધુમાં કહે છે, "મારી ભાભી અહીં આવ્યા બાદ અહીં નોકરી કરી શકે તેમ ન હતી. તેની પાસે પાકિસ્તાની યુનિવર્સિટીની ડિગ્રી છે. તેથી તેમણે હોમ ડિલિવરી માટેનું પાક ફૂડ એક્સપ્રેસ રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. ધંધો સારો ચાલતો થયો હતો, પણ ત્યાં કોરોના ત્રાટક્યો અને બધું બરબાદ થઈ ગયું હતું. રમઝાન મહિનો નજીક આવી રહ્યો છે, ત્યારે ઘણા ગ્રાહકો પૂછે છે કે, ક્યારે ફરી કામ શરૂ કરો છો, પરંતુ અમારી પાસે કોઈ જવાબ નથી. અમે બન્ને સરકારોને વિનંતી કરીએ છીએ, અમારી આ મુશ્કેલીનું નિવારણ લાવી આપે."

આ પણ વાંચો - ETV Bharatના અહેવાલે કર્યો ચમત્કાર, 10 પરિવાર ઘરડાંઘરમાંથી સ્વજનને પાછાં લાવ્યાં

હજૂ ધંધો ફરી શરૂ થાય તેમ લાગતું નથી, પરંતુ હમઝાના માતા અત્યારે તો દીકરો અને વહુ ઘરે પાછા ફરે તેની રાહમાં દરવાજા સામે જોઈને બેઠા રહે છે. જો કે, બહેન સાદિયાએ હજૂ આશા છોડી નથી અને પિતાને પણ વિશ્વાસ છે કે બન્ને ઝડપથી ઘર આવી શકશે.

- મુહમ્મદ ઝુલ્કારનૈન ઝુલ્ફી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.