- તાજેતરમાં જ પોલીસે ફિરોઝ લાલા ગેંગનાં સરદાર ખાનને પકડ્યો હતો
- આરોપીએ આપેલી માહિતીનાં આધારે ઈન્દોર પોલીસના મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં દરોડા
- ટૂંક સમયમાં જ મોટો ખુલાસો થાય તેવી ઉચ્ચ પોલીસ અધિકારીઓની આશા
ઇન્દોર (મધ્ય પ્રદેશ): ઈન્દોર પોલીસે MDMA ડ્રગ્સ કેસમાં પેડલરોની સતત ધરપકડ કરી રહી છે. તાજેતરમાં જ પોલીસે ફિરોઝ અને લાલા ગેંગનાં સરદાર ખાન તેમજ તેની સાથે સંકળાયેલા રઈસ સહિતનાં આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસ આરોપીઓની સતત પૂછપરછ કરી રહી છે અને પૂછપરછ બાદ મળેલી કેટલીક મહત્વની કડીઓને લઈને ઇન્દોર પોલીસની જુદી-જુદી ટીમો ગુજરાત અને મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં દરોડા પાડવા પહોંચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કહેવું છે કે, તેઓને ટૂંક જ સમયમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
70 કરોડનાં MDMA ડ્રગ્સ કેસમાં પોલીસ સરદાર ખાનને પકડી ચૂકી છે
ઇન્દોરમાં પકડાયેલા 70 કરોડ રૂપિયાનાં MDMA ડ્રગ્સ કેસમાં ઈંદોર ક્રાઈમ બ્રાંચે મુંબઇની ફિરોઝ લાલા ગેંગ સાથે સંકળાયેલા મંદસૌરના રહેવાસી સરદાર ખાનની ધરપકડ કરી હતી. સરદાર ખાન ફિરોઝ લાલા ગેંગ સિવાય પણ જુદી જુદી ગેંગ સાથે સીધો સંકળાયેલો છે. જેમાં મહારાષ્ટ્રની ફિરોઝ ગેંગ અને રાજસ્થાન સહિત ગુજરાતની સરહદ ખાતે લાલા ગેંગ સાથે તેના સીધા સંબંધો છે. ભૂતકાળમાં અનેક પ્રકારનાં પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. હાલમાં ઇન્દોર પોલીસની વિવિધ ટીમો ગુજરાત અને મહારાષ્ટ્રમાં તપાસ હાથ ધરી રહી છે.
લાલા અને ફિરોઝ ગેંગ સાથે સંકળાયેલા તસ્કરોની ધરપકડ કરવામાં આવી શકે છે
પોલીસે ફિરોઝ અને લાલા ગેંગ સાથે સંકળાયેલા સરદાર ખાનની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમ્યાન તેણે આપેલી માહિતીનાં આધારે ઈન્દોર પોલીસ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ શહેરોમાં ગઈ છે. પોલીસ લાલા અને ફિરોઝ ગેંગ સાથે સંકળાયેલા કેટલાક મોટા ડ્રગ પેડલરોની શોધમાં પોલીસ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ શહેરોમાં દરોડા પાડી રહી છે અને તેઓની ધરપકડ પણ કરી શકે છે. ઈન્દોરના આઈજી હરિનારાયણ ચારી મિશ્રાને જ્યારે આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓની શોધખોળ માટે ઇન્દોર પોલીસની જુદી જુદી ટીમો મહારાષ્ટ્ર ગુજરાતનાં વિવિધ શહેરોમાં ડ્રગ પેડલરોને પકડવા માટે ગઈ છે અને ટૂંક સમયમાં જ મોટો ખુલાસો થશે.