- માયાવતીના સંબોધન પહેલા લાગ્યા જય શ્રીરામ અને જય પરશુરામના નારા
- બસપાને સરકાર બનાવવાથી કોઈ રોકી નહીં શકે તેવો માયાવતીનો પડકાર
- સપા અને બીજેપીની સરકારમાં બ્રાહ્મણો, દલિતો અને ગરીબોનું શોષણ થયું: માયાવતી
- બ્રાહ્મણ સમુદાય ગેરમાર્ગે ના દોરાય, અમે તેમને નિરાશ નહીં થવા દઇએ: BSP સુપ્રીમો
લખનૌ: બસપા પ્રદેશ મુખ્યમથકમાં પાર્ટીનું પ્રુબુદ્ધ વર્ગ સંમેલન થઈ રહ્યું છે. આ સંમેલનમાં બસપા સુપ્રીમો માયાવતી પ્રબુદ્ધ જનો સાથે સંવાદ કરી રહ્યા છે. કાર્યક્રમમાં માયાવતીના સંબોધનથી પહેલા જય શ્રીરામ અને જય પરશુરામના નારા પણ લાગ્યા. આ દરમિયાન માયાવતીએ પ્રબુદ્ધ વર્ગના લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, પ્રુબુદ્ધ વર્ગના લોકો પર બસપાને ગર્વ છે.
કોઈના ગેરમાર્ગે દોરવાથી ગેરમાર્ગે ના દોરાય બ્રાહ્મણ સમુદાય
માયાવતીએ કહ્યું કે, દરેક સ્તર પર બ્રાહ્મણ સમાજનું શોષણ થાય છે. બીએસપી સાથે જોડાયેલા લોકો ગેરમાર્ગે નહીં દોરાય. બ્રાહ્મણ સમાજ કોઈના ગેરમાર્ગે દોરવાથી ગેરમાર્ગે ના દોરાય. અમે તેમને નિરાશ નહીં થવા દઇએ. એસપી, બીજેપીની વિચારધારા મૂડીવાદી છે, બીએસપીની કથની અને કરણીમાં અંતર નથી હોતું. માયાવતીએ કહ્યું કે, બસપાને 2007ની માફક પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવાથી કોઈ રોકી નહીં શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભલે સપાની સરકાર રહી હોય કે પછી બીજેપીની, બ્રાહ્મણો, દલિતો અને ગરીબોનું શોષણ થયું છે.
પૂર્વજ એક તો મુસલમાનોને દત્તક લીધા હોય તેવું કેમ સમજે છે BJP?
માયાવતીએ આરએસએસ અને ભાજપ પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો કે, જો ભારતમાં હિંદુ અને મુસલમાનોના પૂર્વજ એક છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેમની ભારતીય જનતા પાર્ટી મુસલમાનોને દત્તક લીધા હોય તેવું કેમ સમજે છે? માયાવતીએ કહ્યું કે, દલિત વર્ગ પર પહેલાંથી ગર્વ રહ્યો છે કે તેમણે ગેરમાર્ગે દોરાયા વગર મુશ્કેલથી મુશ્કેલ સમયમાં પણ પાર્ટીનો સાથ છોડ્યો નથી. આ લોકો મજબૂત પહાડની જેમ પાર્ટીની સાથે ઉભા રહ્યા છે. આશા છે કે બીએસપીથી જોડાયેલા અન્ય તમામ વર્ગોના લોકો આમની માફક આગળ ક્યારેય ગેરમાર્ગે દોરાય નહીં.
સર્વજન હિતાય-સર્વજન સુખાયની વિચારધારાવાળી પાર્ટી છે BSP
માયાવતીએ કહ્યું કે, પહેલા તબક્કા બાદ બીજા તબક્કામાં મહિલા કાર્યકર્તાઓને પણ પ્રબુદ્ધ વર્ગ માટે તૈયાર કરવામાં આવશે. બીએસપી સર્વજન હિતાય અને સર્વજન સુખાયની વિચારધારાવાળી પાર્ટી છે. અમારી પાર્ટીએ બીજી પાર્ટીઓની માફક ક્યારેય પણ હવામાં વાતો નથી કરી. મારા શાસનમાં ખાસ કરીને ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવી હતી. બીએસપીની સરકારમાં ક્યારેય પણ જાતિ-ધર્મના આધારે ભેદભાવ કરવામાં નથી આવ્યો.
વધુ વાંચો: UP વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા BSP સુપ્રીમો માયાવતી આજે પ્રબુદ્ધજનો સાથે સંવાદ કરશે
વધુ વાંચો: 2022ની વિધાનસભા ચૂંટણીમાં UP સહિત 4 રાજ્યોમાં સરકાર બનાવી શકે છે ભાજપ: સર્વે