ETV Bharat / bharat

CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ, સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા તમામ કર્મચારી

author img

By

Published : Sep 17, 2021, 5:14 PM IST

દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં CGO કૉમ્પલેક્સ સ્થિતિ CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી છે. જો કે બિલ્ડિંગથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર નીકાળવામાં આવ્યા છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ ઘટનાસ્થળ પહોંચીને સખ્ત મથામણ બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.

CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ
CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ
  • દિલ્હીમાં CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી
  • ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
  • આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં CGO કૉમ્પલેક્સ સ્થિતિ CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગતા હંગામો મચી ગયો છે. આગ લાગ્યા બાદ બિલ્ડિંગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર નીકાળી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના અધિકારીઓ પ્રમાણે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીની સખ્ત મથામણ બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. દિલ્હી ફાયર બ્રિગેડ સેવાના ડિવિઝનલ ઑફિસર એસ.કે. દુઆએ કહ્યું છે કે, આગલ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

બપોરે 1:40 વાગ્યે લાગી આગ

જો કે આગ કયા કારણોસર લાગી છે તે વિશે હજુ કોઈ જાણકારી નથી મળી. અટકળો લગાવવામાં આવી રહી છે કે આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી છે, જ્યારે ઘટનાસ્થળે દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી પણ હાજર છે. ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી પ્રમાણે આજે બપોરે લગભગ 1:40 વાગ્યે ફાયર સર્વિસને CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગવાનો ફોન આવ્યો હતો.

CBI બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના મોટી

ઉલ્લેખનીય છે કે CBIના ઑફિસમાં તમામ જરૂરી અને ગોપનીય દસ્તાવેજ રાખવામાં આવે છે. આ કારણે અહીં આગ લાગવાની નાની ઘટના પણ ઘણી મોટી થઈ જાય છે. એટલું જ નહીં CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં ટ્રાન્સફોર્મર અને AC સહિત વીજળીથી જોડાયેલા સાધનો રાખવામાં આવે છે.

વધુ વાંચો: ઉત્તર પ્રદેશથી વધુ 3 આતંકવાદી ઝડપાયા, અત્યાર સુધી 9 આતંકવાદીની ધરપકડ

વધુ વાંચો: કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ વિશ્વના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.