હૈદરાબાદ: તેલંગાણામાંથી આગની ઘટનાના મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં સોમવારે એક બહુમાળી ગોદામમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. આ ઘટના આજે સવારે 9.35 કલાકે બજારઘાટ વિસ્તારમાં આવેલા ચાર માળની ઇમારતમાં બની હતી. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગમાં વધુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, 21 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી સાતના મોત થયા હતા. હાલ ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
-
#WATCH | Union Minister G Kishan Reddy visits apartment complex godown fire site in Hyderabad's Nampally pic.twitter.com/nHHfAkpWah
— ANI (@ANI) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Union Minister G Kishan Reddy visits apartment complex godown fire site in Hyderabad's Nampally pic.twitter.com/nHHfAkpWah
— ANI (@ANI) November 13, 2023#WATCH | Union Minister G Kishan Reddy visits apartment complex godown fire site in Hyderabad's Nampally pic.twitter.com/nHHfAkpWah
— ANI (@ANI) November 13, 2023
કેવી રીતે લાગી આગઃ નામપલ્લીના બજારઘાટ સ્થિત ચાર માળના ગોદામમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરેજ હતું. સોમવારે સવારે એક કાર રિપેરિંગ માટે ગેરેજમાં આવી હતી. કાર રિપેર કરવામાં આવી રહી હતી ત્યારે આ આગ લાગી હતી. ગેરેજમાં ડીઝલ અને કેમિકલના ડ્રમ પણ હતા, જેના કારણે આગ ફેલાતા એક સેકન્ડ પણ લાગી ન હતી. કાર ગેરેજના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ ડીઝલ અને કેમિકલના કારણે ફાટી નીકળી હતી અને થોડી જ વારમાં આખી બિલ્ડીંગમાં આગની પ્રચંડ જ્વાળામાં લપેટાઈ ગઈ હતી.
મૃત્યું આંક વધવાની આશંકાઃ ગેરેજના ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ બિલ્ડીંગના ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ, જેના કારણે ઘણા લોકો ફસાઈ ગયા હતાં. આ અકસ્માતમાં ગૂંગળામણને કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ભીષણ આગ વચ્ચે એક બાળક અને એક મહિલાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતને કારણે નજીકના એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
Surat News: દિવાળીની રાત્રે સુરત શહેરમાં 125 સ્થળોએ સર્જાઈ આગ દુર્ઘટના, ફટાકડાએ સુરત શહેરને દઝાડ્યું