હાવડા: ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં એ બનાવનું કારણ તો ખબર પડે જ નહીં. પરંતુ નુકશાન લાખોમાં જોવા મળે છે. વેપારીઓ કંગાળ થઇ જાઇ છે. સ્થાનિક તંત્ર પાસે કે પછી પોલીસ પાસે કોઇ જવાબ હોતા નથી. એવો જ એક બનાવ આજે સવારે પશ્ચિમ બંગાળના હાવડામાં બન્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના હાવડામાં શુક્રવારે વહેલી સવારે એક માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
50 દુકાનો ખાખઃ જેમાં 50થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગને કારણે દુકાનોમાં રાખેલો લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો.
'અમને ઘટનાની માહિતી મળતાની સાથે જ હાવડા હેડક્વાર્ટરથી ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. અમે આગ ઓલવવાનું કામ કરી રહ્યા છીએ. જોકે પાણીની થોડી સમસ્યા છે. સ્થાનિક દુકાનદારોનો આરોપ છે કે આગમાં સેંકડો દુકાનોને નુકસાન થયું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ જગ્યાએ ઘણી દુકાનો આવેલી છે. આગમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી-- રંજન કુમાર ઘોષે (ડિવિઝનલ ફાયર ઓફિસર)
અધિકારી ઘટનાસ્થળે: આ પહેલા કોલકાતામાં રાજભવન પાસે એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આગ બિલ્ડિંગના પાંચમા માળની છત પર લાગી હતી. ફાયરના જવાનોએ 15 ફાયર એન્જિન અને હાઇડ્રોલિક સીડીની મદદથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સવારે બજાર બંધ હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. પોલીસે જણાવ્યું કે સરાફ હાઉસની છત પર એક કેન્ટીન હતી. જ્યારે ઉપરના માળે ખાનગી કંપનીઓની ઓફિસ અને બેંકની શાખા હતી. ગવર્નર ડૉ. સીવી આનંદ બોઝે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મમતા બેનર્જી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાજ્યના અગ્નિશમન વિભાગના મંત્રી સુજીત બોઝ, શહેર પોલીસ કમિશનર વિનીત ગોયલ અને કોલકાતાના એક વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.