ઉત્તરાખંડ : હલ્દવાની કોતવાલીમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દુલ્હનને લહેંગો પસંદ ન હતો, તો દુલ્હનએ તેની માતાના કહેવા પર લગ્ન તોડી નાખ્યા હતા. લગ્ન તૂટ્યા બાદ બંને પક્ષો હલ્દ્વાની કોતવાલી પહોંચ્યા હતા, જ્યાં બંને પક્ષે હલ્દવાની લહેંગાને લઈને ઘણો વિવાદ (Controversy over Haldwani lehenga) થયો હતો. SSI વિજય મહેતાએ જણાવ્યું હતું કે, કોતવાલીમાં બંને પક્ષો વચ્ચે લગ્ન ન કરવા અંગે સમજૂતી થઈ છે.
5 નવેમ્બરે થવાના હતા લગ્ન : સગાઈ બાદ 5 નવેમ્બરે લગ્ન હતા. યુવક પક્ષે લગ્નના કાર્ડ છપાવી દીધા હતા.,પરંતુ લગ્ન પહેલા જ લહેંગાને લઈને મામલો કોતવાલી સુધી પહોંચી ગયો હતો. કોતવાલીમાં (Controversy over Haldwani lehenga) હંગામો જોઈને પોલીસે બંનેને શાંતિ ભંગ બદલ જેલમાં મોકલવાની ધમકી આપી હતી. જે બાદ બંને પક્ષો શાંત થયા હતા. ભારે હોબાળો બાદ પોલીસની દરમિયાનગીરીથી મોડી સાંજ સુધી સમાધાન થઈ શક્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, શહેરની રહેવાસી એક યુવતીના લગ્ન 5 નવેમ્બરે અલ્મોડા જિલ્લાના યુવક સાથે થવાના હતા. બંનેએ જૂનમાં સગાઈ કરી હતી. બંને પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. નક્કી થયું કે લહેંગો વરરાજા જ બનાવશે.
દુલ્હનને ન ગમ્યો લહેંગો : વરરાજાના પિતાએ લગ્ન માટે લખનઉથી લહેંગો મંગાવ્યો હતો. જ્યારે લહેંગો છોકરીના ઘરે પહોંચ્યો તો તેણે કહ્યું કે તેને તે પસંદ નથી. આ વાત પર બંને પક્ષો વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે, બંને પક્ષોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. 30 ઓક્ટોબરના રોજ બંને પક્ષોએ લગ્ન ન કરવાના મુદ્દે સમજૂતી કરી હતી. યુવકના પિતા અને સંબંધીઓ યુવતીના ઘરે પહોંચ્યા અને કરાર તરીકે એક લાખ રૂપિયા આપ્યા, જેનો વીડિયો પણ બનાવ્યો છે.
કોતવાલીમાં હંગામો : કન્યા પક્ષના લોકોએ ફરી લગ્નની વાત શરૂ કરી હતી. બંને પક્ષો હલ્દવાની કોતવાલી પહોંચ્યા જ્યાં બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આરોપો લગાવીને હંગામો મચાવ્યો હતો. હંગામો જોઈ પોલીસે બંને પક્ષોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો ત્યારપછી વિવાદ માંડ માંડ અટક્યો હતો. SSI વિજય મહેતાએ જણાવ્યું હતું કે, કોતવાલીમાં બંને પક્ષો વચ્ચે લગ્ન ન કરવા અંગે સમજૂતી થઈ છે.
લહેંગાની કિંમત હતી 10 હજાર : વરરાજાના પિતાએ લખનઉથી લહેંગો મંગાવ્યો હતો. લહેંગાની કિંમત 10,000 રૂપિયા હોવાનું કહેવાય છે. વાસ્તવમાં લખઉના લહેંગા ખૂબ પ્રખ્યાત છે, પરંતુ હલ્દવાની દુલ્હનને લખનઉનો લહેંગો પસંદ ન આવ્યો હતો. લહેંગાને લઈને થયેલા વિવાદ બાદ લગ્ન થઈ શક્યા ન હતા.