ETV Bharat / bharat

બિહારના લખીસરાયમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં અનેક નક્સલીઓ ઠાર - Bihar Lakhisarai

લખીસરાય જિલ્લાના પીરીબાજારના બંગાળી બાંધમાં પોલીસ અને નક્સલવાદીઓની વચ્ચે ભયંકર અથડામણ થઈ. આ અથડામણમાં અનેક નક્સલીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે.

લખીસરાયમાં અથડામણમાં અનેક નક્સલવાદીઓ માર્યા ગયા

author img

By

Published : Sep 1, 2021, 2:58 PM IST

  • લખીસરાયમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
  • એન્કાઉન્ટરમાં અનેક નક્સવાદીઓ માર્યા ગયા
  • નક્સલી બાલેશ્વર કોડા ગેંગ સાથે થઈ અથડામણ
  • બીએસએફ, પારા મિલિટ્રી ફોર્સ અને એસએસબીનું ઑપરેશન

લખીસરાય: બિહારના લખી સરાય જિલ્લામાં આવેલા પીરીબાજારના બંગાળીબાંધમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે મોડી સાંજે થયેલી અથડામણમાં અનેક નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે. અથડામણ સ્થળેથી સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોની નક્સલી બાલેશ્વર કોડા ગેંગ સાથે અથડામણ થઈ છે.

અનેક નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોનું ઑપરેશન

જાણકારી પ્રમાણે પોલીસે નક્સલી બાલેશ્વર કોડાની ટોળકીને ઘેરી લીધી છે. લખીસરાયના પોલીસ અધિકારી સુશીલ કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે. અત્યારે પણ આ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. લખીસરાય જિલ્લાના એસપી સુશીલ કુમારના નિર્દેશ પર છેલ્લા કેટલાક દિવસથી નક્સલવાદી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ મંગળવારની સાંજે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું. આ ક્રમમાં જમાલપુરના ભીમ બાંધ અને લખીસરાયના કજરા, અભયપુરા, પીરી બજાર અને ગીચ જંગલોમાં ઑપરેશન ચલાવવામાં આવ્યું.

બીએસએફ, પારા મિલિટ્રી ફોર્સ અને એસએસબીનું ઑપરેશન

ઑપરેશનને એસએસબીની બટાલિયન-32 અને બીએસએફ અને પારા મિલિટ્રી ફોર્સના ઉચ્ચ કમાન્ડરોની આગેવાનીમાં અંજામ આપવામાં આવ્યો. આ દરમિયાન પીરી બજાર પોલીસ સ્ટેશન હેઠળ બંગાળી બાંધની નજીક અમરાસની જંગલોની પાસે રહેંણાક એરિયામાં નક્લીઓ છૂપાયા હોવાના સમાચાર એસએસબીના જવાનોને મળ્યા.

જવાનોની ગોળીઓનો શિકાર બન્યા નક્સલવાદીઓ

ભારે સંખ્યામાં જવાનોથી ઘેરાયા બાદ નક્સલવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. આ તરફ જવાનોએ વળતી કાર્યવાહી કરતા અનેક નક્સલવાદીઓને પોતાનું નિશાન બનાવ્યા છે, જેમાં અનેક નક્સલવાદીઓ જવાનોની ગોળીઓનો શિકાર બન્યા છે. પોલીસે નક્સલવાદીની એક રાયફલ પણ જપ્ત કરી છે.

7 દિવસ પહેલા નક્સલીઓ પર ગાળિયો કસવાની રણનીતિ પર ચર્ચા થઈ હતી

ઉલ્લેખનીય છે કે 7 દિવસ પહેલા પૂર્વ એડીજી એસસી એસટી ડિરેક્ટર જનરલની સાથે જમુઈ, લખીસરાય, શેખપુરા અને મુંગેરના પોલીસ અધિકારીઓ સાથે અનેક અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં નક્સલીઓને પહોંચી વળવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મંગળવાર સાંજે લખીસરાયમાં આ કાર્યવાહી કરવામાં આવી.

વધુ વાંચો: "નક્સલવાદીઓ વિરુદ્ધની લડાઈ અંતિમ પડાવમાં, આપણી થશે જીત":અમિત શાહ

વધુ વાંચો: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો 22 જવાનો શહિદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.