- મીરગાંવમાં ભૂસ્ખલન સ્થળેથી વધુ 6 લોકોના મૃતદેહ મળ્યા
- હારાષ્ટ્રના સતારા જિલ્લામાં અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત
- અન્ય 14 લોકો ગુમ છે
પુણે: મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મીરગાંવમાં ભૂસ્ખલન સ્થળેથી વધુ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા બાદ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 14 લોકો ગુમ છે. અધિકારીઓએ શનિવારના રોજ આ માહિતી આપી, તેઓએ કહ્યું કે, ભારે વરસાદને કારણે જિલ્લાના 379 ગામો અસરગ્રસ્ત થયા છે અને પાંચ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Maharashtra Flood: ભારે વરસાદથી 112 લોકોના મોત, 99 લોકો ગુમ, 1,35,313નો આબાદ બચાવ
મીરગાંવમાં વધુ 4 ગુમ થયેલા લોકોની શોધખોડ ચાલુ
એક અધિકારીએ જણાવ્યું હતું કે, મીરગાંવમાં વધુ 4 ગુમ થયેલા લોકોની શોધખોડ ચાલુ છે. અગાઉ તેમણે જણાવ્યુ હતું કે, સતારા જિલ્લાની પાટણ તહસિલના અંબેઘર ખાતે આવેલા ભૂસ્ખલન સ્થળેથી 11 મૃતદેહો મળી આવ્યા છે અને ભૂસ્ખલનમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે, તેમણે જણાવ્યું હતું કે, તહસિલમાં ત્રણ, જોલી તહસીલમાં 2 અને પાટણમાં અને મહાબળેશ્વરમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન
સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું
જ્યારે સતારા જિલ્લા વહીવટીતંત્ર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ના અનુસાર, ધોકવાલેમાં સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શેખરસિંહે જણાવ્યું કે, હાલમાં જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમો તૈનાત છે, વહીવટીતંત્રએ વધુ ટીમો મોકલવાની માંગ કરી છે.