ETV Bharat / bharat

BJP સાંસદ મનોજ તિવારી થયા ઘાયલ, CM નિવાસસ્થાનની બહાર કરી રહ્યા હતા પ્રદર્શન - બીજેપી સાંસદ મનોજ તિવારી

દિલ્હી (Delhi)માં સાર્વજનિક સ્થળો પર છઠ પૂજા સમારંભ (chhath puja 2021) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. BJP દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શન (Protest)ને વિખેરવા માટે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં BJP સાંસદ મનોજ તિવારી ઘાયલ થઈ ગયા છે.

BJP સાંસદ મનોજ તિવારી થયા ઘાયલ, CM નિવાસસ્થાનની બહાર કરી રહ્યા હતા પ્રદર્શન

author img

By

Published : Oct 12, 2021, 3:41 PM IST

  • છઠ પૂજા પર પ્રતિબંધ લગાવવાનો BJP દ્વારા વિરોધ
  • વિરોધ પ્રદર્શન અટકાવવા દિલ્હી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો
  • દિલ્હી પોલીસની કાર્યવાહીમાં બીજેપી સાંસદ મનોજ તિવારી ઘાયલ

નવી દિલ્હી: છઠ પૂજા (chhath puja 2021) પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં દિલ્હી BJP દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દરમિયાન સાંસદ મનોજ તિવારી (MP Manoj Tiwari) ઘાયલ થઈ ગયા. છાતી પર વોટર કેનનનો પ્રહાર થવાના કારણે મનોજ તિવારી બેરિકેડની નીચે પડી ગયા. ત્યારબાદ બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા મનોજ તિવારીને ગાડીમાં બેસાડીને સારવાર માટે લઈ જવામાં આવ્યા. અત્યારે તેઓ સફદરજંગ હૉસ્પિટલમાં ભરતી છે.

સાર્વજનિક સ્થળો પર છઠ પૂજાના સમારંભ પર પ્રતિબંધ

દિલ્હીના સાર્વજનિક સ્થળો પર છઠ પૂજાના સમારંભ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આને લઇને દિલ્હી ભાજપા અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ કહ્યું છે કે, આ તહેવાર ભવ્ય રીતે મનાવવામાં આવશે. DDMAએ કોવિડ-19ની સ્થિતિને જોતા સાર્વજનિક સ્થળો પર છઠ પૂજા સમારંભ પર પ્રતિબંધ લગાવ્યો છે. મનોજ તિવારીએ આ આદેશ પર વિરોધ કરવાની વાત કહી હતી.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ છઠ પર્વ ઉજવવાની મંજૂરી ઇચ્છે છે - મનોજ તિવારી

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારના ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ દિલ્હીમાં સાર્વજનિક સ્થાનો પર છઠ પર્વ મનાવવાની મંજૂરી ઇચ્છે છે. સાથે જ મનોજ તિવારીએ તહેવારોથી પ્રતિબંધ હટાવવાની માંગમાં તમામ રાજકીય દળોને તેમની સાથે આવવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ NHRC સ્થાપના દિવસે કહ્યું- "ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ બતાવ્યો"

આ પણ વાંચો: DCGI એ કોવેક્સિનને આપી મંજૂરી, 2 થી 18 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવશે રસી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.